________________ પ્રદેશસંક્રમ અહીં પ દ્વાર છે. તે આ પ્રમાણે - (1) સામાન્ય લક્ષણ :- સંક્રમયોગ્ય સત્તાગત કર્મદલિકોને બધ્યમાન પરપ્રકૃતિરૂપે પરિણમાવવા તે પ્રદેશસંક્રમ. (2) ભેદ - પ્રદેશસંક્રમના 5 પ્રકાર છે. તે આ પ્રમાણે - (i) ઉદ્ધવનાસંક્રમ - સત્તામાં રહેલા કર્મદલિકોનો પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ સ્થિતિખંડ અંતર્મુહૂર્તમાં ખાલી કરે. ત્યાર પછી પહેલા સ્થિતિખંડ કરતા વિશેષહીન પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ બીજા સ્થિતિખંડને અંતર્મુહૂર્તમાં ખાલી કરે. ત્યાર પછી બીજા સ્થિતિખંડ કરતા વિશે કહીન પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ ત્રીજા સ્થિતિખંડને અંતર્મુહૂર્તમાં ખાલી કરે. આમ દ્વિચરમ સ્થિતિખંડ સુધી પૂર્વ પૂર્વના સ્થિતિખંડ કરતા ઉત્તરોત્તર વિશેષહીન પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ સ્થિતિખંડો અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત ખાલી કરે. દ્વિચરમ સ્થિતિખંડ કરતા ચરમ સ્થિતિખંડ અસંખ્યગુણ છે. તે પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ છે. તેને અંતર્મુહૂર્તમાં ખાલી કરે. બધા સ્થિતિખંડોને ખાલી કરવાનો કાળ પણ અંતર્મુહૂર્ત છે. સ્થિતિની અપેક્ષાએ સ્થિતિખંડોમાં અનંતરોપનિધાપ્રથમ સ્થિતિખંડની સ્થિતિ ઘણી છે. તેના કરતા બીજા સ્થિતિખંડની સ્થિતિ વિશેષહીન છે. તેના કરતા ત્રીજા સ્થિતિખંડની સ્થિતિ વિશેષહીન છે.