________________ 148 ઉલના સંક્રમ એમ દ્વિચરમ સ્થિતિખંડ સુધી ઉત્તરોત્તર સ્થિતિખંડની સ્થિતિ પૂર્વપૂર્વના સ્થિતિખંડની સ્થિતિ કરતા વિશેષહીન છે. દ્વિચરમ સ્થિતિખંડની સ્થિતિ કરતા ચરમ સ્થિતિખંડની સ્થિતિ અસંખ્યગુણ છે. સ્થિતિની અપેક્ષાએ સ્થિતિખંડોમાં પરંપરોપનિધા પ્રથમ સ્થિતિખંડની સ્થિતિ કરતા કેટલાક સ્થિતિખંડોની સ્થિતિ અસંખ્યાતભાગહીન છે, કેટલાક સ્થિતિખંડોની સ્થિતિ સંખ્યાતભાગહીન છે, કેટલાક સ્થિતિખંડોની સ્થિતિ સંખ્યાતગુણહીન છે અને કેટલાક સ્થિતિખંડોની સ્થિતિ અસંખ્યાતગુણહીન છે. દલિકની અપેક્ષાએ સ્થિતિખંડોમાં અનંતરોપનિધાપ્રથમ સ્થિતિખંડના દલિકો અલ્પ છે. તેના કરતા બીજા સ્થિતિખંડના દલિકો વિશેષાધિક છે. તેના કરતા ત્રીજા સ્થિતિખંડના દલિકો વિશેષાધિક છે. એમ ઢિચરમ સ્થિતિખંડ સુધી ઉત્તરોત્તર સ્થિતિખંડના દલિકો પૂર્વપૂર્વના સ્થિતિખંડના દલિકો કરતા વિશેષાધિક છે. દ્વિચરમ સ્થિતિખંડના દલિકો કરતા ચરમ સ્થિતિખંડના દલિકો અસંખ્ય ગુણ છે. દલિકની અપેક્ષાએ સ્થિતિખંડોમાં પરંપરોપનિધા પ્રથમ સ્થિતિખંડના દલિકો કરતા કેટલાક સ્થિતિખંડોના દલિકો અસંખ્યાતભાગ અધિક છે, કેટલાક સ્થિતિખંડોના દલિકો સંખ્યાતભાગ અધિક છે, કેટલાક સ્થિતિખંડોના દલિકો સંખ્યાતગુણ અધિક છે, કેટલાક સ્થિતિખંડોના દલિકો અસંખ્યગુણ અધિક છે.