________________ 138 ઉત્તરપ્રકૃતિઓમાં રસસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા શેષકાળે અનુત્કૃષ્ટ રસસંક્રમ થાય. તેથી ઉત્કૃષ્ટ રસસંક્રમ અને અનુત્કૃષ્ટ રસસંક્રમ સાદિ-અધુવ છે. (2) જ્ઞાનાવરણ પ, થિણદ્ધિ 3 વિના દર્શનાવરણ 6, અંતરાય 5 = 16 :- ૧રમા ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે આ પ્રકૃતિઓનો જઘન્ય રસસંક્રમ થાય. તે સાદિ-અધ્રુવ છે. આ પ્રકૃતિઓનો તે સિવાયનો બધો રસસંક્રમ તે અજઘન્ય રસસંક્રમ છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને અજઘન્ય રસસંક્રમ ધ્રુવ છે. ભવ્યને જઘન્ય રસસંક્રમ કરે ત્યારે અજઘન્ય રસસંક્રમ અધ્રુવ છે. આ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસસંક્રમ અને અનુત્કૃષ્ટ રસસંક્રમ અનંતાનુબંધી ૪ના ઉત્કૃષ્ટ રસસંક્રમ અને અનુત્કૃષ્ટ રસસંક્રમની જેમ સાદિ-અધ્રુવ છે. (3) સાતા, પંચેન્દ્રિયજાતિ, તેજસ 7, ૧લ સંસ્થાન, શુભ વર્ણાદિ 11, અગુરુલઘુ, નિર્માણ, ઉચ્છવાસ, પરાઘાત, સુખગતિ, ત્રસ 10 = 36 :- ક્ષપકશ્રેણિમાં પોતપોતાના બંધવિચ્છેદ વખતે આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બાંધીને બંધાવલિકા વીત્યા બાદ ૧૩માં ગુણઠાણાના ચરમ સમય સુધી સંક્રમાવે. તે ઉત્કૃષ્ટ રસસંક્રમ છે. તે સાદિ-અધ્રુવ છે. આ પ્રકૃતિઓનો તે સિવાયનો બધો રસસંક્રમ તે અનુત્કૃષ્ટ રસસંક્રમ છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને અનુત્કૃષ્ટ રસસંક્રમ ધ્રુવ છે. ભવ્યને ઉત્કૃષ્ટ રસસંક્રમ કરે ત્યારે અનુત્કૃષ્ટ રસસંક્રમ અદ્ભવ છે. જેણે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં સત્તામાં રહેલા ઘણા રસને હણ્યો હોય તે આ પ્રકૃતિઓનો જઘન્ય રસસંક્રમ કરે. આ પ્રકૃતિઓનો તે સિવાયનો બધો રસસંક્રમ તે અજઘન્ય રસસંક્રમ છે. તે બન્ને સાદિ-અધ્રુવ છે.