________________ ઉત્તરપ્રકૃતિઓમાં રસસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા 139 (4) ઔદારિક 7, પહેલુ સંઘયણ, ઉદ્યોત = 9 :- અત્યંત વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ દેવ ઉદ્યોત સિવાયની 8 પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બાંધીને બંધાવલિકા વીત્યા બાદ 132 સાગરોપમ સુધી સંક્રમાવે. તે ઉત્કૃષ્ટ રસસંક્રમ છે. સમ્યક્તાભિમુખ ૭મી નારકીનો મિથ્યાદષ્ટિ જીવ ઉદ્યોતનો ઉત્કૃષ્ટ રસબંધ કરી બંધાવલિકા વીત્યા બાદ જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી ૧૩ર સાગરોપમ સુધી સંક્રમાવે. તે ઉત્કૃષ્ટ રસસંક્રમ છે. આ 9 પ્રકૃતિઓનો આ ઉત્કૃષ્ટ રસસંક્રમ સાદિ-અધ્રુવ છે. આ 9 પ્રકૃતિઓનો તે સિવાયનો બધો રસસંક્રમ તે અનુત્કૃષ્ટ રસસંક્રમ છે. ઉત્કૃષ્ટ રસસંક્રમથી પડીને અનુત્કૃષ્ટ રસસંક્રમ કરનારને અનુત્કૃષ્ટ રસસંક્રમ સાદિ છે. તે સ્થાન પૂર્વે નહીં પામેલાને અનુત્કૃષ્ટ રસસંક્રમ અનાદિ છે. અભવ્યને અનુત્કૃષ્ટ રસસંક્રમ ધ્રુવ છે. ભવ્યને ઉત્કૃષ્ટ રસસંક્રમ કરે ત્યારે કે સંક્રમવિચ્છેદ થાય ત્યારે અનુત્કૃષ્ટ રસસંક્રમ અધ્રુવ છે. આ 9 પ્રકૃતિઓનો જઘન્ય રસસંક્રમ અને અજઘન્ય રસસંક્રમ સાતાના જઘન્ય રસસંક્રમ અને અજઘન્ય રસસંક્રમની જેમ સાદિઅધ્રુવ છે. (5) શેષ 80 પ્રકૃતિઓ :- આમાંથી નરકાયુષ્ય સિવાયના 3 આયુષ્ય, દેવ રે, મનુષ્ય 2, વૈક્રિય 7, આહારક 7, આતપ, જિન, ઉચ્ચગોત્ર-આ 24 શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય વિશુદ્ધિમાં બાંધે અને સંક્રમાવે. થિણદ્ધિ 3, અસાતા, દર્શનમોહનીય 3, અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, નરકાયુષ્ય, નરક 2, તિર્યંચ 2, જાતિ 4, પહેલા સંઘયણ સિવાયના પ સંઘયણ, પહેલા સંસ્થાન સિવાયના 5 સંસ્થાન, અશુભ વર્ણાદિ a ૭મી નરકના છેલ્લા અંતર્મુહૂર્તના અને આગામી ભવના પ્રથમ અંતર્મુહૂર્તના મિથ્યાત્વના અલ્પકાળની આમાં વિવક્ષા કરી નથી.