________________ ઉત્તરપ્રકૃતિઓમાં રસસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા 1 37 Sલ મૂળપ્રકૃતિ રસસંક્રમના ભાંગા જાન્ય અજઘન્યા અન્નકૃષ્ટ રસકમ રસક્રમ | રસક્રમ રસક્રમ મોહનીય સાદિ, અધ્રુવ સાદિ, અનાદિ,સાદિ, અધ્રુવ સાદિ, અધ્રુવ | 10 ધ્રુવ, આંધ્રુવ આયુષ્ય સાદિ, અધ્રુવ સાદિ, અધ્રુવ સાદિ, અધ્રુવ સાદિ, અનાદિ, 10 ધ્રુવ, અધ્રુવ નામ, ગોત્ર, સાદિ, અધ્રુવ સાદિ, અધ્રુવ સાદિ, અધ્રુવ અનાદિ, ધ્રુવ, | 27 વેદનીય=૩ અધ્રુવ કુલ 16 21 16 21 | 74 ઉત્તરપ્રકૃતિઓમાં રસસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા - (1) અનંતાનુબંધી 4, સંજ્વલન 4, નોકષાય 9 = 17 :અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરી ફરી ૧લા ગુણઠાણે આવી અનંતાનુબંધી 4 બાંધી બંધાવલિકા વીત્યા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયે અનંતાનુબંધી ૪નો જઘન્ય રસસંક્રમ થાય છે. શેષ 13 પ્રકૃતિઓનો પોતપોતાના ક્ષય વખતે જઘન્ય સ્થિતિસંક્રમ કરતા જઘન્ય રસસંક્રમ થાય છે. આ 17 પ્રકૃતિઓનો આ જઘન્ય રસસંક્રમ સાદિ-અધ્રુવ છે. આ 17 પ્રકૃતિઓનો તે સિવાયનો બધો રસસંક્રમ તે અજઘન્ય રસસંક્રમ છે. ૧૧મા ગુણઠાણેથી પડે ત્યારે અજઘન્ય રસસંક્રમની સાદિ થાય. અનંતાનુબંધી ૪ના જઘન્ય રસસંક્રમથી પડે ત્યારે પણ અજઘન્ય રસસંક્રમની સાદિ થાય. તે સ્થાનો પૂર્વે નહીં પામેલાને અજઘન્ય રસસંક્રમ અનાદિ છે. અભવ્યને અજઘન્ય રસસંક્રમ ધ્રુવ છે. ભવ્યને જઘન્ય રસસંક્રમ વખતે કે ઉપશમશ્રેણિમાં સંક્રમવિચ્છેદ થાય ત્યારે અજઘન્ય રસસંક્રમ અધ્રુવ છે. ઉત્કૃષ્ટ રસસંક્રમ ઉત્કૃષ્ટ સંક્લેશવાળા મિથ્યાદષ્ટિને થાય.