________________ 136 મૂળપ્રકૃતિઓમાં રસસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા રસસંક્રમ અનાદિ છે. અભવ્યને અનુત્કૃષ્ટ રસસંક્રમ ધ્રુવ છે. ભવ્યને ઉત્કૃષ્ટ રસસંક્રમ કરે ત્યારે અનુત્કૃષ્ટ રસસંક્રમ અધ્રુવ છે. જેણે સત્તામાં રહેલ ઘણા રસને હણ્યો હોય એવા અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયને આયુષ્યનો જઘન્ય રસસંક્રમ હોય. તે જ જીવનો કે અન્ય જીવનો આયુષ્યનો તે સિવાયનો બધો રસસંક્રમ તે અજઘન્ય રસસંક્રમ છે. તે બન્ને સાદિ-અધ્રુવ છે. (4) નામ, ગોત્ર, વેદનીયર૩ - ક્ષપકશ્રેણિમાં ૧૦મા ગુણઠાણાના ચરમ સમયે આ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બંધાય છે. બંધાવલિકા વીત્યા બાદ ૧૩માં ગુણઠાણાના ચરમ સમય સુધી તેને સંક્રમાવે. તેથી તે ઉત્કૃષ્ટ રસસંક્રમ સાદિ-અધ્રુવ છે. આ ત્રણ પ્રકૃતિઓનો તે સિવાયનો બધો રસસંક્રમ તે અનુત્કૃષ્ટ રસસંક્રમ છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને અનુષ્ટ રસસંક્રમ ધ્રુવ છે. ભવ્યને ઉત્કૃષ્ટ રસસંક્રમ કરે ત્યારે કે ૧૧માં ગુણઠાણે આવે ત્યારે અનુષ્ટ રસસંક્રમ અધ્રુવ છે. આ ત્રણ પ્રકૃતિઓનો જઘન્ય રસસંક્રમ અને અજઘન્ય રસસંક્રમ આયુષ્યના જઘન્ય રસસંક્રમ અને અજઘન્ય રસસંક્રમની જેમ સાદિઅધ્રુવ છે. મૂળપ્રકૃતિઓમાં રસસંક્રમના સાદ્યાદિ ભાંગા મૂળપ્રકૃતિ રસસંક્રમના ભાંગા જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અનુકૃષ્ટ | રસક્રમ રસક્રમ | રસકમ | રસક્રમ. જ્ઞાનાવરણ, સાદિ, અધ્રુવ અનાદિ, ધ્રુવ, સાદિ, અધ્રુવ સાદિ, અધ્રુવ 27 દર્શનાવરણ, અધ્રુવ અંતરાય=૩ ફલ