________________ મૂળપ્રકૃતિઓમાં રસસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા 135 અનાદિ છે. અભવ્યને અજઘન્ય રસસંક્રમ ધ્રુવ છે. ભવ્યને જઘન્ય રસસંક્રમ કરે ત્યારે અજઘન્ય રસસંક્રમ અધ્રુવ છે. આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસસંક્રમ મિથ્યાષ્ટિને ક્યારેક થતો હોવાથી તે સાદિ-અધ્રુવ છે. ઉત્કૃષ્ટ રસસંક્રમથી પડી અનુત્કૃષ્ટ રસસંક્રમ કરી ફરી કાલાંતરે ઉત્કૃષ્ટ રસસંક્રમ કરે. માટે અનુત્કૃષ્ટ રસસંક્રમ પણ સાદિ-અધ્રુવ છે. (2) મોહનીય - ક્ષપકશ્રેણિમાં ૧૦મા ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે મોહનીયનો જઘન્ય રસસંક્રમ થાય છે. તે સાદિ-અધ્રુવ છે. મોહનીયનો તે સિવાયનો બધો રસસંક્રમ તે અજઘન્ય રસસંક્રમ છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ૧૧માં ગુણઠાણેથી પડે ત્યારે તેને અજઘન્ય રસસંક્રમ સાદિ છે. પૂર્વે 11 મુ ગુણઠાણ નહીં પામેલાને અજઘન્ય રસક્રમ અનાદિ છે. અભવ્યને અજઘન્ય રસસંક્રમ ધ્રુવ છે. ભવ્યને જઘન્ય રસસંક્રમ વખતે કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ૧૧મુ ગુણઠાણુ પામે ત્યારે અજઘન્ય રસસંક્રમ અધ્રુવ મોહનીયનો ઉત્કૃષ્ટ રસસંક્રમ અને અનુત્કૃષ્ટ રસસંક્રમ જ્ઞાનાવરણના ઉત્કૃષ્ટ રસસંક્રમ અને અનુષ્ટ રસસંક્રમની જેમ સાદિ-અધ્રુવ છે. (3) આયુષ્ય - અપ્રમત્ત સંયત દેવાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ રસ બાંધી બંધાવલિકા પછી સંક્રમાવે. તે દેવભવની આવલિકા શેષ રહે ત્યાં સુધી સંક્રમાવે. તેથી તે ઉત્કૃષ્ટ રસસંક્રમ સાદિ-અધ્રુવ છે. આયુષ્યનો તે સિવાયનો બધો રસસંક્રમ તે અનુત્કૃષ્ટ રસસંક્રમ છે. ઉત્કૃષ્ટ રસસંક્રમથી પડી અનુત્કૃષ્ટ રસસંક્રમ કરનારને તે સાદિ છે. પૂર્વે જેણે ઉત્કૃષ્ટ રસસંક્રમ કર્યો નથી તેને અનુત્કૃષ્ટ