________________ 132 ઉત્કૃષ્ટ રસસંક્રમ મોહનીયના છે. મધ્યમ 2 ઠાણિયા રસવાળા, તીવ્ર 2 ઠાણિયા રસવાળા, 3 ઠાણિયા રસવાળા અને 4 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકો સર્વઘાતી છે. તેમાંથી મધ્યમ 2 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકો મિશ્રમોહનીયના છે. તીવ્ર 2 ઠાણિયા રસવાળા, 3 ઠાણિયા રસવાળા અને 4 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકો મિથ્યાત્વમોહનીયના છે. (4) ઉત્કૃષ્ટ રસસંક્રમ - (1) સમ્યક્વમોહનીય - તેના મંદ 2 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકોમાંથી ઉત્કૃષ્ટ ર ઠાણિયા રસવાળા દેશઘાતી રસસ્પર્ધકો સંક્રમે તે ઉત્કૃષ્ટ રસસંક્રમ છે. સમ્યક્વમોહનીયના મધ્યમ 2 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકોથી 4 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકો સુધીના રસસ્પર્ધકો હોતા જ નથી. (2) મિશ્રમોહનીય - તેના મધ્યમ 2 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકોમાંથી ઉત્કૃષ્ટ ર ઠાણિયા રસવાળા સર્વઘાતી રસસ્પર્ધકો સંક્રમે તે ઉત્કૃષ્ટ રસસંક્રમ છે. મિશ્રમોહનીયના તીવ્ર 2 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકોથી 4 ઠારિયા રસવાળા રસસ્પર્ધકો સુધીના રસસ્પર્ધકો હોતા જ નથી. (3) મનુષ્પાયુષ્ય, તિર્યંચાયુષ્ય, આત૫=૩ - આ ત્રણ પ્રકૃતિઓના સત્તામાં 2 ઠાણિયા રસવાળા, 3 ઠાણિયા રસવાળા અને 4 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકો હોવા છતા તથાસ્વભાવે જ તેમના ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ 2 ઠાણિયા રસવાળા અને સાહચર્યના કારણે સર્વઘાતી થયેલ રસસ્પર્ધકો જ સંક્રમે તે ઉત્કૃષ્ટ રસસંક્રમ છે. આ ત્રણ પ્રકૃતિના 3 ઠાણિયા રસવાળા અને 4 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકો સંક્રમતા નથી.