________________ રસસ્પર્ધક 131 છે, દ્રાક્ષની જેમ અલ્પ પ્રદેશવાળા છે અને સ્ફટિકની જેમ નિર્મળ છે. આ રસસ્પર્ધકો 2 ઠાણિયા રસવાળા, 3 ઠાણિયા રસવાળા અને 4 ઠાણિયા રસવાળા હોય છે. | (i) જ્ઞાનાવરણ 4, દર્શનાવરણ 3, સંજ્વલન 4, નોકષાય , અંતરાય 5 = 25 :- આ પ્રવૃતિઓના રસસ્પર્ધકો સર્વઘાતી અને દેશઘાતી છે. તેઓ સ્વઘાત્ય જ્ઞાન વગેરે ગુણોના એકદેશરૂપ મતિજ્ઞાનાદિનો ઘાત કરે છે. તેમાંથી કેટલાક સ્પર્ધકો વાંસની ચટાઈની જેમ અનેક મોટા છિદ્રવાળા હોય છે, કેટલાક સ્પર્ધકો કાંબળીની જેમ અનેક મધ્યમ છિદ્રવાળા હોય છે, કેટલાક સ્પર્ધકો વસ્ત્રની જેમ અનેક સૂક્ષ્મ છિદ્રવાળા હોય છે. તેઓ બધા અલ્પ સ્નેહવાળા અને વિશિષ્ટ નિર્મળતા વિનાના હોય છે. જ્ઞાનાવરણ 4, દર્શનાવરણ 3, પુરુષવેદ, સંજવલન 4, અંતરાય પ - આ 17 પ્રકૃતિઓના રસસ્પર્ધકો 1 ઢાણિયા રસવાળા, ર ઠાણિયા રસવાળા, 3 ઠાણિયા રસવાળા અને 4 ઠાણિયા રસવાળા હોય છે. શેષ પ્રકૃતિઓના રસસ્પર્ધકો 2 ઠાણિયા રસવાળા, 3 ઠાણિયા રસવાળા અને 4 ઠાણિયા રસવાળા હોય છે. | (ii) અઘાતી 111 :- આ પ્રવૃતિઓના રસસ્પર્ધકો અઘાતી છે. તેઓ કોઈ ગુણનો ઘાત કરતા નથી. જેમ વ્યક્તિ ચોરના સંબંધથી ચોર જેવો થઇ જાય તેમ વેદ્યમાન સર્વઘાતી કે દેશઘાતી રસસ્પર્ધકોના સંબંધથી અઘાતી રસસ્પર્ધકો પણ સર્વઘાતી કે દેશઘાતી જેવા થઈ જાય છે. આ રસસ્પર્ધકો 2 ઠાણિયા રસવાળા, 3 ઠાણિયા રસવાળા અને 4 ઠાણિયા રસવાળા હોય છે. | (iv) દર્શનમોહનીય - 3 :- આ પ્રવૃતિઓના રસસ્પર્ધકો બે પ્રકારના છે - દેશઘાતી અને સર્વાતી. 1 ઠાણિયા રસવાળા અને મંદ 2 ઠાણિયા રસવાળા રસસ્પર્ધકો દેશઘાતી છે. તે સમ્યક્ત