________________ અહીં 7 દ્વાર છે. તે આ પ્રમાણે - (1) વિશેષલક્ષણ - તે ત્રણ પ્રકારે છે - (i) બંધાતા કર્મદલિકોના સત્તાગત અલ્પ રસને વધુ કરવો તે રસઉદ્વર્તના. (ii) કર્મદલિકોના સત્તાગત વધુ રસને અલ્પ કરવો તે રસઅપવર્તના. (ii) સંક્રમની પ્રકૃતિનો સત્તાગત રસ બધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવવો તે અન્ય પ્રકૃતિનયન રસસંક્રમ. મૂળપ્રકૃતિમાં રસઉદ્વર્તન - રસઅપવર્તના આ બે સંક્રમ હોય છે. ઉત્તરપ્રકૃતિમાં ત્રણે સંક્રમ હોય છે. (2) ભેદ - રસસંક્રમ બે પ્રકારે છે - (i) મૂળપ્રકૃતિરસસંક્રમ - તે 8 પ્રકારે છે. (i) ઉત્તરપ્રકૃતિરસ સંક્રમ - તે 158 પ્રકારે છે. (3) રસસ્પર્ધક - (i) કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ, અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, નિદ્રા 5, મિથ્યાત્વમોહનીય = 20 :- આ 20 પ્રકૃતિઓના રસસ્પર્ધકો સર્વઘાતી છે. તેઓ કેવળજ્ઞાન વગેરે સ્વઘાત્ય ગુણોનો સંપૂર્ણ રીતે વાત કરે છે. તેઓ તાંબાના ભાજનની જેમ છિદ્રરહિત છે, ઘીની જેમ સ્નિગ્ધ