________________ 1 18 જઘન્ય સ્થિતિ સંક્રમના સ્વામી (9) સ્ત્રીવેદ :- સ્ત્રીવેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનારને ૯મા ગુણઠાણે ચરમ સંક્રમ વખતે. (10) નપુંસકવેદ :- નપુંસકવેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનારને ૯માં ગુણઠાણે ચરમ સંક્રમ વખતે. (11) નરક 2, તિર્યંચ ર, સ્થાવર 2, આતપ 2, જાતિ, સાધારણ, થિણદ્ધિ 3, અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, સંજ્વલન ક્રોધ, સંલન માન, સંજ્વલન માયા, હાસ્ય 6 = 33:- ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે પોતપોતાના ચરમ સંક્રમ વખતે. (12) આયુષ્ય 4 - સ્વસ્વભવની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે. * જ્ઞાનીઓ કહે છે, “ઉપયોગે ધર્મ છે. એનો અર્થ એ છે કે જેટલા પ્રમાણમાં ઉપયોગ હોય એટલા પ્રમાણમાં ધર્મ છે. જરા તપાસ કરીએ... આપણી ક્રિયા આંતરિક છે કે યાંત્રિક. आगमचक्खू साहू - પ્રવચનસાર 3/34 સાધુ આગમરૂપી આંખવાળા હોય છે. પુરુષવેદોદયે કે નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણિ માંડનાર પણ સ્ત્રીવેદોદયે ક્ષપકશ્રેણિ માંડનારની જેમ જ સ્ત્રીવેદનો ક્ષય કરે છે, પણ તેમને સ્ત્રીવેદનો ઉદય ન હોવાથી ઉદય-ઉદીરણા વડે સ્થિતિ ન તૂટે. તેથી તેમને સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ ન હોય. કર્મપ્રકૃતિ મૂળ અને ચૂર્ણિની મુનિચન્દ્રસૂરિ મહારાજ કૃત ટિપ્પણ ૩૭માં પાના નં. 219 ઉપર કહ્યુ છે કે, “ત્રણે વેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનારાને સ્ત્રીવેદનો સ્થિતિસંક્રમ થાય, કેમકે ત્રણેને સ્ત્રીવેદનો સ્વસ્થાને જ ક્ષય થાય છે.” 3 નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણિ માંડનારને ઉદય-ઉદીરણાથી ઘણી સ્થિતિ તૂટતી હોવાથી તેને જ ચરમસંક્રમ વખતે નપુંસકવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ હોય. અન્ય વેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનારને નપુંસવેદનો ઉદય ન હોવાથી ઉદય-ઉદીરણા વડે સ્થિતિ તૂટે નહીં. તેથી તેમને નપુંસકવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ ન હોય.