________________ સુવાક્યો 119 * સાતાનું સુખ પણ ત્યાજ્ય છે. ઉપાદેય હોય તો એ છે સમાધિનું સુખ. સાતા અને અસાતા આ બંને નિત્યસુખની પ્રાપ્તિમાં અંતરાયભૂત છે. ગૃહસ્થો ધંધો કરતા કદી થાકતા નથી, કેમકે તેમનું લક્ષ્ય પૈસામાં જ સ્થિર થઇ ગયું છે. તો પછી જેમનું લક્ષ્ય નિર્જરામાં જ સ્થિર થઈ ગયું છે એવા સાધકો સાધના કરતા થાકે ખરા? ગુરુ પ્રત્યેનો અભાવ એ જ ચારિત્રનું મૃત્યુ છે. માટે સપનામાં પણ ગુરુ પ્રત્યે દુર્ભાવ ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ અને ગુરુ પ્રત્યે પૂર્ણ સદ્ભાવ ધારણ કરવો જોઇએ. નિમિત્ત તો સમાન જ છે. જ્ઞાની એમાં પરમ નિર્જરા કરે છે અને અજ્ઞાની એમાં ક્લિષ્ટ કર્મનો બંધ કરે છે. વિનયથી નિર્મળબોધ મળે છે, નિર્મળબોધથી તત્ત્વપરિણતિ મળે છે, તત્ત્વપરિણતિથી સમતા મળે છે અને સમતાથી સર્વત્ર માધ્યશ્મભાવની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્ર એ તો જ શાસ્ત્ર બને જો નિર્મળ બોધ હોય. જો નિર્મળ બોધ ગેરહાજર હોય તો વિપરીત જ્ઞાન થાય છે અને એ સ્થિતિમાં શાસ્ત્ર... એ શસ્ત્ર બની જાય છે. માપ નો વંદેળા, મામો ( સુદં?- મહાનિશીથ 5/120 આજ્ઞાનું ખંડન ન કરવું. આજ્ઞાનો ભંગ કરવાથી સુખ ક્યાંથી હોય? सव्वत्थेसु विमुत्तो साहू सव्वत्थ होइ अप्पवस्सो / - ગચ્છાચારપન્ના 68 બધી વસ્તુઓની આસક્તિથી મુક્ત એવો સાધુ બધે પોતાને વશ હોય છે. खणं जाणाहि पंडिए ! - આચારાંગ 1/2/1/68 હે પંડિત ! તું અવસરને જાણ.