________________ જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી 11 7. (3) સમ્યત્વમોહનીય :- 8 વર્ષની ઉપરની વયના દર્શનમોહનીયક્ષપક મનુષ્યને મિથ્યાત્વમોહનીય-મિશ્રમોહનીયનો ક્ષય કરી સમ્યક્વમોહનીયને સર્વોપવર્તનાથી અપવર્તીને કૃતકરણ અવસ્થામાં કાળ કરી ચારમાંથી એક ગતિમાં જઈ સમ્યક્વમોહનીયની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે. (4) મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય :- ૪થા થી ૭મા ગુણઠાણાવાળા મનુષ્યને તે તે પ્રકૃતિના ક્ષયકાળે પલ્યોપમ પ્રમાણ ચરમ સ્થિતિખંડના ચરમ પ્રક્ષેપ વખતે. (5) સંજ્વલન લોભ :- ક્ષેપકને ૧૦મા ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે. (6) અનંતાનુબંધી 4:- અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરનાર 4 માંથી 1 ગતિમાં રહેલા સમ્યગ્દષ્ટિને પલ્યોપમ પ્રમાણ ચરમ સ્થિતિખંડના ચરમ પ્રક્ષેપ વખતે. (7) નરક 2, તિર્યંચ 2, સ્થાવર 2, આતપ 2, જાતિ 4, સાધારણ - આ 13 સિવાયની નામની 90, સાતા, અસાતા, ઉચ્ચગોત્ર, નીચગોત્ર = 94 :- ૧૩મા ગુણઠાણાના ચરમ સમયે. (8) પુરુષવેદ :- પુરુષવેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનારને ૯માં ગુણઠાણે ચરમ સંક્રમ વખતે. પુરુષવેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનારને હાસ્ય દના ક્ષય પછી પુરુષવેદનો ક્ષય થાય છે. સ્ત્રીવેદના ઉદયે અને નપુંસકવેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનારને હાસ્ય ૬ની સાથે જ પુરુષવેદનો ક્ષય થાય છે. વળી ઉદય હોય ત્યારે ઉદીરણા પણ પ્રાય: હોય. તેથી પુરુષવેદોદયે શ્રેણિ માંડનારને પુરુષવેદની ઉદય-ઉદીરણા વડે ઘણી સ્થિતિ તુટે. તેથી તેને જ ચરમ સંક્રમ વખતે જઘન્ય સ્થિતિસંક્રમ હોય.