________________ મૂળપ્રવૃતિઓમાં સ્થિતિસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા 113 આવલિકા બાકી હોય ત્યારે થાય છે. નામ, ગોત્ર અને વેદનીયનો જધન્ય સ્થિતિસંક્રમ ૧૩મા ગુણઠાણાના ચરમ સમયે થાય છે. આયુષ્યનો જઘન્ય સ્થિતિસંક્રમ આયુષ્યની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે 1 સમય પ્રમાણ થાય છે. આ સાત પ્રકૃતિઓનો આ જધન્ય સ્થિતિસંક્રમ 1 સમય થતો હોવાથી સાદિ-અધ્રુવ છે. આ પ્રકૃતિઓનો તે સિવાયનો બધો સ્થિતિસંક્રમ તે અજઘન્ય સ્થિતિસંક્રમ છે. તે બધા જીવોને અનાદિકાળથી થતો હોવાથી અનાદિ છે. અભવ્યને અજઘન્ય સ્થિતિસંક્રમ ધ્રુવ છે. ભવ્યને જઘન્ય સ્થિતિસંક્રમ કરે ત્યારે અજઘન્ય સ્થિતિસંક્રમ અધ્રુવ છે. આ 7 પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરનાર મિથ્યાષ્ટિ જ તેમનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સંક્લેશમાં બંધાય છે. ઉત્કૃષ્ટ સંક્લેશ ક્યારેક હોય, હંમેશા નહીં. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ સાદિ-અધ્રુવ છે. ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમથી પડી અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે. ફરી ઉત્કૃષ્ટ સંક્લેશે ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે. તેથી અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પણ સાદિ-અધ્રુવ છે. (2) મોહનીય - મોહનીયનો જઘન્ય સ્થિતિસંક્રમ ક્ષેપક ૧૦માં ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે કરે છે. તે 1 સમય થતો હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાયનો મોહનીયનો બધો સ્થિતિસંક્રમ તે અજઘન્ય સ્થિતિસંક્રમ છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ૧૧મા ગુણઠાણેથી પડીને ૧૦મા ગુણઠાણે આવે ત્યારે અજઘન્ય સ્થિતિસંક્રમની સાદિ થાય છે. તે સ્થાન પૂર્વે નહીં પામેલાને અજઘન્ય સ્થિતિસંક્રમ અનાદિ હોય છે. અભવ્યને અજઘન્ય સ્થિતિસંક્રમ ધ્રુવ છે. ભવ્યને જઘન્ય સ્થિતિસંક્રમ કરે ત્યારે અજઘન્ય સ્થિતિસંક્રમ અધ્રુવ છે. 0 ઔપશમિક સમ્યગ્દષ્ટિને ૧૧માં ગુણઠાણે દર્શન 3 નો સંક્રમ ચાલુ હોવાથી તે ત્યાંથી પડીને ૧૦માં ગુણઠાણે આવે તો અજઘન્યસ્થિતિસંક્રમની સાદિ ન થાય. તેથી અહીં ક્ષાયિકસમ્યગ્દષ્ટિ કહ્યા છે.