________________ જઘન્ય સ્થિતિસંક્રમ 1 1 1 (4) પુરુષવેદ, સંજ્વલન ક્રોધ, સંજ્વલન માન, સંજ્વલન માયા = 4 પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ જઘન્ય સ્થિતિબંધ - અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પુરુષવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ = 8 વર્ષ - અંતર્મુહૂર્ત સંજવલન ક્રોધનો જઘન્ય સ્થિતિસંક્રમ = 2 માસ - અંતર્મુહૂર્ત સંજવલન માનનો જઘન્ય સ્થિતિસંક્રમ = 1 માસ - અંતર્મુહૂર્ત સંજવલન માયાનો જઘન્ય સ્થિતિસંક્રમ = 15 દિવસ - અંતર્મુહૂર્ત આ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કરી બંધાવલિકા બાદ તેને સંક્રમાવવાનું શરૂ કરે. સંક્રમાવલિકાના ચરમસમયે અબાધા ન્યૂન જઘન્યસ્થિતિબંધ પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તેથી જઘન્ય સ્થિતિસંક્રમ = જઘન્યસ્થિતિબંધ - અંતર્મુહૂર્ત. ત્યારે સ્થિતિ જધન્ય સ્થિતિબંધ - સમય ન્યૂન 2 આવલિકા પ્રમાણ છે, કેમકે જઘન્ય સ્થિતિબંધ કર્યા પછી બંધાવલિકા વીત્યા બાદ સંક્રમાવલિકાના ચરમસમયે જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. પુરુષવેદની સ્થિતિ = 8 વર્ષ - સમય ન્યૂન 2 આવલિકા સંજવલન ક્રોધની સ્થિતિર માસ - સમય ન્યૂન 2 આવલિકા સંજવલન માનની સ્થિતિ 1 માસ - સમયે ન્યૂન 2 આવલિકા સંજવલન માયાની સ્થિતિ 15 દિવસ - સમય ન્યૂન 2 આવલિકા (5) નરક 2, તિર્યંચ 2, સ્થાવર 2, આતપ 2, જાતિ 4, સાધારણ - આ 13 સિવાયની નામની 90, સાતા, અસાતા, ઉચ્ચગોત્ર, નીચગોત્ર = 94 પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્ત - 1 આવલિકા પ્રમાણ છે.