________________ નિમિત્તમાત્ર છે એવું જણાયા પછી મનમાં બીજા પ્રત્યે રાગ-દ્વેષ થતા નથી અને જીવ સમતાના આનંદમાં મસ્ત રહે છે. પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ પરમગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પાસેથી આ પદાર્થોનું જ્ઞાન મને પ્રાપ્ત થયું છે. તેની મેં સંકલના કરી છે. આમાં મારી કંઈ વિશેષતા નથી. જે છે એ બધું પૂજયશ્રીનું છે. પદાર્થનિરૂપણમાં કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે મારા મંદ ક્ષયોપશમને લીધે છે. તેની હું ક્ષમા યાચું છું. પરમ પૂજય કર્મસાહિત્યનિષ્ણાત પરમગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય ન્યાયવિશારદ પ્રગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય સમતાસાગર ગુરુદેવ પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી ગણિવર્ય - આ ગુરુત્રયીની અનરાધાર કૃપાના બળે જ આ પુસ્તકનું સંકલન કરવા હું સમર્થ બન્યો છું. આ પ્રસંગે એ ગુરુદેવોના ચરણોમાં અનંતશઃ વંદના કરું પદાર્થપ્રકાશશ્રેણિ દ્વારા ભવ્યાત્માઓના જીવનમાં પદાર્થજ્ઞાનનો પાયો મજબૂત રીતે પ્રતિષ્ઠિત થાય એ જ શુભભાવના. લી. શ્રી વિશ્વનંદિકર જૈન સંઘ, અમદાવાદ વિ.સં. 2068, ચૈત્ર વદ 13 પ.પૂ. પ્રગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનો ૧૯મો સ્વર્ગારોહણ દિન પરમ પૂજ્ય સમતાસાગર પન્યાસપ્રવર શ્રીપદ્યવિજયજી ગણિવર્યનો ચરણોપાસક આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ