________________ ત્યાર પછી સંક્રમકરણના મૂળગાથા અને શબ્દાર્થો રજૂ કર્યા છે. ત્યાર પછી ઉદ્વર્તનાકરણ-અપવર્તનાકરણના મૂળગાથા અને શબ્દાર્થો રજૂ કર્યા છે. પદાર્થપ્રકાશ ભાગ ૧૨માં ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિધત્તિકરણ અને નિકાચનાકરણના પદાર્થસંગ્રહ અને મૂળગાથાશબ્દાર્થોની સંકલના કરી છે. પદાર્થપ્રકાશ ભાગ ૧૩માં ઉદયાધિકાર અને સત્તાધિકારના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થોની સંકલના કરી છે. આમ પદાર્થપ્રકાશ ભાગ 10 થી ભાગ 13 માં કર્મપ્રકૃતિના બધા પદાર્થોનો સંક્ષિપ્ત, સરળ, સુંદર અને સંપૂર્ણ સંગ્રહ કરાયો છે. આ ચાર ભાગો દ્વારા કર્મપ્રકૃતિના બધા પદાર્થોનો બોધ એકદમ સહેલાઈથી થઈ શકશે. પદાર્થપ્રકાશના ભાગ 10 અને ભાગ 12 પૂર્વે પ્રકાશિત થઈ ચૂક્યા છે. હાલ પદાર્થપ્રકાશના ભાગ 11 અને ભાગ ૧૩નું પ્રકાશન થઈ રહ્યું છે. તેમાં આ પુસ્તક પદાર્થપ્રકાશ ભાગ 11 નું છે. આ પદાર્થોને માત્ર સમજવાના નથી, પણ સમજીને કંઠસ્થ પણ કરવાના છે. આ પદાર્થોને માત્ર કંઠસ્થ કરવાના નથી, પણ તેમનું પુનરાવર્તન કરીને તેમને આત્મસાત્ પણ કરવાના છે. આ પદાર્થો માત્ર આત્મસાત્ કરવાના નથી, પણ જીવનમાં એ મુજબનું આચરણ કરીને એમને આત્મામાં પરિણમાવવાના છે. આમ કરવાથી જ કર્મપ્રકૃતિનો સાંગોપાંગ અભ્યાસ પૂર્ણતાને પામે છે. કર્મસાહિત્યના અભ્યાસ દ્વારા બે મહાન લાભ થાય છે - (1) એકાગ્રતા : મન એકાગ્ર બને છે. સૂક્ષ્મ પદાર્થોના ચિંતનમાં મન એકાગ્ર બનવાથી તે અન્ય વિષયોમાં ભટકતું બંધ થઈ જાય છે. (2) સમતા : મન સમતામાં રહે છે. બધી અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓનું મુખ્ય કારણ પોતે કરેલા કર્મો છે, બીજા તો એમાં