________________ સંપૂર્ણ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જરૂર પડે ત્યાં વિસ્તાર પણ કર્યો છે. કોઠાઓ અને ચિત્રો દ્વારા પદાર્થોનો બોધ સહેલો બનાવાયો છે. અતિદેશ કરાયેલ બાબતોનું સ્પષ્ટીકરણ કરાયું છે. પદાર્થપ્રકાશ ભાગ-૧૦ માં કર્મપ્રકૃતિના બંધનકરણના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થની સંકલના કરી છે. પદાર્થપ્રકાશના આ ભાગ 11 માં કર્મપ્રકૃતિના સંક્રમકરણ, ઉદ્વર્તનાકરણ અને અપવર્તનાકરણના પદાર્થસંગ્રહ અને મૂળગાથાશબ્દાર્થની સંકલના કરી છે. તેમાં પહેલા સંક્રમકરણના પદાર્થોનો સંગ્રહ કર્યો છે. સંક્રમકરણના ચાર વિભાગ છે - પ્રકૃતિસંક્રમ, સ્થિતિસંક્રમ, રસસંક્રમ અને પ્રદેશસંક્રમ. પ્રકૃતિસંક્રમમાં અપવાદો, નિયમો, કઈ પ્રકૃતિનો કેટલા ગુણઠાણા સુધી સંક્રમ થાય ?, ઉત્તરપ્રકૃતિઓના સંક્રમ-પતદ્મહત્વ-સંક્રમસ્થાનોપતગ્રહસ્થાનોની સાદ્યાદિ પ્રરૂપણાનું નિરૂપણ કરાયું છે. સ્થિતિસંક્રમમાં વિશેષલક્ષણ, ભેદ, ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ, જઘન્ય સ્થિતિસંક્રમ, સાદ્યાદિપ્રરૂપણા અને સ્વામિત્વ - આ છ દ્વારોનું પ્રતિપાદન કરાયું છે. રસસંક્રમમાં વિશેષલક્ષણ, ભેદ, રસસ્પર્ધક, ઉત્કૃષ્ટ રસસંક્રમ, જઘન્ય રસસંક્રમ, સાદ્યાદિપ્રરૂપણા અને સ્વામિત્વ - આ સાત ધારોનું વર્ણન કરાયું છે. પ્રદેશસંક્રમમાં સામાન્યલક્ષણ, ભેદ, સાદ્યાદિ પ્રરૂપણા, ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી અને જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી - આ પાંચ દ્વારા વડે પ્રદેશસંક્રમનું સ્વરૂપ સમજાવાયું છે. ત્યાર પછી ઉદ્વર્તનાકરણ-અપવર્તનાકરણના પદાર્થોનો સંગ્રહ કર્યો છે. તેમાં નિર્ણાઘાત સ્થિતિઉદ્વર્તના, વ્યાઘાત સ્થિતિઉદ્વર્તના, નિર્ણાઘાત સ્થિતિઅપવર્તના, વ્યાઘાત સ્થિતિઅપવર્તના, નિર્વાઘાત રસઉદ્વર્તના, વ્યાઘાત રસઉદ્વર્તના, નિર્વાઘાત રસઅપવર્તના, વ્યાઘાત રસઅપવર્તના - આ આઠ વિષયો વિશદ કરાયા છે.