________________ 186 કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ संपुन्नगुणियकम्मो, पएसउक्कस्ससंतसामी उ / तस्सेव उ उप्पि, विणिग्गयस्स कासिंचि वन्नेऽहं // 27 // સંપૂર્ણગુણિતકર્માશ જીવ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. કેટલીક પ્રવૃતિઓ માટે સાતમી નારકીમાંથી નીકળેલા તે જ સંપૂર્ણ ગુણિતકર્માશ જીવનો ઉપર જે વિશેષ છે તે હું કહું છું. (27) मिच्छत्ते मीसम्मि य, संपक्खित्तम्मि मीससुद्धाणं / वरिसवरस्स उ, ईसाणगस्स चरमम्मि समयंमि // 28 // મિથ્યાત્વમોહનીયનો મિશ્રમોહનીયમાં સર્વસંક્રમ થયે છતે મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. મિશ્રમોહનીયનો સમ્યકત્વમોહનીયમાં સર્વસંક્રમ થયે છતે સમ્યકત્વમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. ઈશાનદેવલોકમાં ગયેલા ગુણિતકર્માશ જીવને ચરમ સમયે નપુંસકવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (28) ईसाणे पूरित्ता, नपुंसगं तो असंखवासीसु / पल्लासंखियभागेण, पूरिए इत्थिवेयस्स // 29 // ઈશાન દેવલોકમાં નપુંસકવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંચય કરીને સંખ્યાતાવર્ષના આયુષ્યવાળામાં ઉત્પન્ન થઈ અસંખ્યવર્ષના આયુષ્યવાળામાં ઉત્પન્ન થઈ ર માં સ્ત્રીવેદને પૂરે તેને સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (29) पुरिसस्स पुरिससंकम-पएसउक्कस्स सामिगस्सेव / इत्थी जं पुण समयं, संपक्खित्ता हवइ ताहे // 30 // પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી જે સમયે સ્ત્રીવેદને પુરુષવેદમાં સંક્રમાવે તે સમયે તેને પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (30)