________________ કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ 185 बंधहयहयहउप्पत्तिगाणि, कमसो असंखगुणियाणि / उदयोदीरणवज्जाणि, होति अणुभागठाणाणि // 24 // ઉદય અને ઉદીરણાથી થનારા રસસ્થાનો સિવાયના બંધોત્પત્તિક રસસ્થાનો, હતોત્પત્તિક રસસ્થાનો અને હતeતોત્પત્તિક રસસ્થાનો ક્રમશ: અસંખ્યગુણ છે. (24) सत्तण्हं अजहण्णं तिविहं, सेसा दुहा पएसम्मि / मूलपगईसु आउस्स, साई अधुवा य सव्वेवि // 25 // આયુષ્ય સિવાયના સાત કર્મોની અજઘન્ય પ્રદેશસત્તા ત્રણ પ્રકારની (અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. તેમના શેષ વિકલ્પો બે પ્રકારના (સાદિ, અપ્રુવ) છે. મૂળપ્રકૃતિઓને આશ્રયી આયુષ્યના બધા વિકલ્પો સાદિ-અધ્રુવ છે. (25) बायालाणुक्कस्सं, चउवीससयाऽजहन्न चउतिविहं / होइह छह चऊद्धा, अजहन्नमभासियं दुविहं // 26 // 42 પ્રકૃતિઓ (સાતા, સંજવલન 4, પુરુષવેદ, પંચેન્દ્રિયજાતિ, તેજસ 7, ૧લુ સંસ્થાન, ૧લુ સંઘયણ, શુભ વર્ણાદિ 11, સુખગતિ, અગુરુલઘુ, નિર્માણ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ ૧૦)ની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા ચાર પ્રકારની (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. 124 પ્રકૃતિઓ (અનંતાનુબંધી ૪-સંજવલનલોભ-યશ સિવાયની ધ્રુવસત્તાક પ્રકૃતિઓ)ની અજઘન્ય પ્રદેશસત્તા ત્રણ પ્રકારની (અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. 6 પ્રકૃતિઓ (અનંતાનુબંધી 4, સંજવલન લોભ, યશ)ની અજઘન્ય પ્રદેશસત્તા ચાર પ્રકારની (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. કહેલી પ્રકૃતિઓના નહીં કહેલા વિકલ્પો અને શેષ પ્રકૃતિઓના બધા વિકલ્પો બે પ્રકારના (સાદિ-અપ્રુવ) છે. (26)