________________ 1 87 કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ तस्सेव उ संजलणा, पुरिसाइकमेण सव्वसंछोभे / चउरुवसमित्तु खिप्पं, रागंते सायउच्चजसा // 31 // પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી જે સમયે પુરુષવેદને સર્વસંક્રમથી સંજવલન ક્રોધમાં સંક્રમાવે તે સમયે તેને સંજવલન ક્રોધની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. સંજવલન ક્રોધની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી જે સમયે સંજવલન ક્રોધને સર્વસંક્રમથી સંજવલન માનમાં સંક્રમાવે તે સમયે તેને સંજવલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. સંજવલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી જે સમયે સંજવલન માનને સર્વસંક્રમથી સંજવલન માયામાં સંક્રમાવે તે સમયે તેને સંજવલન માયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. સંજવલન માયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી જે સમયે સંજવલન માયાને સર્વસંક્રમથી સંજવલન લોભમાં સંક્રમાવે તે સમયે તેને સંજવલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ચાર વાર મોહનીયને ઉપશમાવીને પછી શીધ્ર ક્ષપક થાય તેને સૂક્ષ્મસંપરાયગુણઠાણાને અંતે સાતા, યશ, ઉચ્ચગોત્રની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (31) देवनिरयाउगाणं, जोगुक्कस्सेहिं जेट्ठगद्धाए / बद्धाणि ताव जावं, पढमे समए उदिन्नाणि // 32 // ઉત્કૃષ્ટ યોગમાં ઉત્કૃષ્ટ બંધકાળ સુધી બંધાયેલા દેવાયુષ્યનરકાયુષ્યનો જ્યાં સુધી પહેલા સમયે ઉદય ન થાય ત્યાં સુધી તેમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (32) सेसाउगाणि नियगेसु, चेव आगम्म पुव्वकोडीए / सायबहुलस्स अचिरा, बंधंते जाव नोवट्टे // 33 // પૂર્વક્રોડવર્ષના શેષ આયુષ્ય (તિર્યંચાયુષ્ય, મનુષ્પાયુષ્ય) બાંધીને પોતાના ભવમાં આવીને સાતાની બહુલતાવાળાને