________________ 180 કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ अपुमित्थीय समं वा, हासच्छक्कं च पुरिससंजलणा / पत्तेगं तस्स कमा, तणुरागंतो त्ति लोभो य // 7 // ત્યાર પછી સંખ્યાતા સ્થિતિઘાતો સુધી નપુંસકવેદની સત્તા હોય છે. ત્યાર પછી સંખ્યાતા સ્થિતિઘાતો સુધી સ્ત્રીવેદની સત્તા હોય છે. અથવા નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણિ માંડનારને નપુંસકવેદસ્ત્રીવેદનો ક્ષય એકસાથે થતો હોવાથી જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી તેમની સત્તા હોય. ત્યાર પછી સંખ્યાતા સ્થિતિઘાતો સુધી હાસ્ય ૬ની સત્તા હોય છે. ત્યાર પછી સમયન્યૂન ર આવલિકા સુધી પુરુષવેદની સત્તા હોય છે. ત્યાર પછી સંખ્યાતા સ્થિતિઘાતો સુધી સંજવલન ક્રોધની સત્તા હોય છે. ત્યાર પછી સંખ્યાતા સ્થિતિઘાતો સુધી સંજવલન માનની સત્તા હોય છે. ત્યાર પછી સંખ્યાતા સ્થિતિઘાતો સુધી સંજવલન માયાની સત્તા હોય છે. સંજવલન લોભની સત્તા સૂક્ષ્મસંપરાય ગુણઠાણા સુધી હોય છે. (7) मणुयगइजाइतसबायरं च, पज्जत्तसुभगआएज्जं / जसकित्ती तित्थयरं, वेयणिउच्चं च मणुयाउं // 8 // भवचरिमस्समयम्मि उ, तम्मग्गिल्लसमयम्मि सेसाउ / आहारगतित्थयरा, भज्जा दुसु नत्थि तित्थयरं // 9 // મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ, જિન, વેદનીય 1, ઉચ્ચગોત્ર, મનુષ્યાયુષ્યની સત્તા ૧૪માં ગુણઠાણાના ચરમ સમય સુધી હોય છે. શેષ પ્રકૃતિઓની સત્તા તેની પૂર્વેના સમય સુધી (૧૪માં ગુણઠાણાના ચિરમ સમય સુધી) હોય છે. બધા ગુણઠાણાઓમાં આહારક 7 અને જિનનામકર્મની સત્તા વિકલ્પ હોય છે. બે ગુણઠાણાઓમાં (રજા૩જા ગુણઠાણાઓમાં) જિનનામકર્મની સત્તા હોતી નથી. (8-9)