________________ કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ 179 तिसु मिच्छत्तं नियमा, अट्ठसु ठाणेसु होइ भइयव्वं / आसाणे सम्मत्तं, नियमा दससु भज्जं // 4 // મિથ્યાત્વમોહનીયની સત્તા ત્રણ ગુણઠાણાઓ (૧લા, રજા, ૩જા ગુણઠાણાઓ)માં અવશ્ય હોય છે અને આઠ ગુણઠાણાઓ (૪થા ગુણઠાણાથી ૧૧મા ગુણઠાણા સુધી)માં વિકલ્પ હોય છે. સમ્યકત્વમોહનીયની સત્તા સાસ્વાદનસમ્યગ્દષ્ટિ ગુણઠાણે અવશ્ય હોય છે અને 10 ગુણઠાણાઓમાં (૧લા ગુણઠાણામાં અને ૩જા ગુણઠાણાથી ૧૧મા ગુણઠાણા સુધીમાં) વિકલ્પ હોય છે. (4) बिइयतईएसु मिस्सं, नियमा ठाणनवगम्मि भयणिज्जं / संजोयणा उ नियमा, दुसु पंचसु होइ भइयव्वं // 5 // મિશ્રમોહનીયની સત્તા રજા-૩જા ગુણઠાણાઓમાં અવશ્ય હોય છે અને શેષ નવ ગુણઠાણાઓમાં (૧લા ગુણઠાણામાં અને ૪થા ગુણઠાણાથી ૧૧મા ગુણઠાણા સુધીમાં) વિકલ્પ હોય છે. અનંતાનુબંધી ૪ની સત્તા બે ગુણઠાણાઓ (૧લા-રજા ગુણઠાણાઓ)માં અવશ્ય હોય છે અને પાંચ ગુણઠાણાઓ (૩જા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીમાં) વિકલ્પ હોય છે. (5) खवगानियट्टिअद्धा, संखिज्जा होंति अट्ठ वि कसाया। निरयतिरियतेरसगं, निद्दानिद्दातिगेणुवरि // 6 // 8 કષાયો (અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય ૪)ની સત્તા ક્ષેપકને અનિવૃત્તિબાદરસિંહરાય ગુણઠાણાના સંખ્યાતા બહુભાગો સુધી હોય છે. એકાંતે નરક-તિર્યંચ પ્રાયોગ્ય 13 પ્રકૃતિઓ (નરક 2, તિર્યંચ 2, સ્થાવર 2, આતપ, જાતિ 4, સાધારણ)અને નિદ્રાનિદ્રા 3 (નિદ્રાનિદ્રા, પ્રચલપ્રચલા, થિણદ્ધિ)ની સત્તા 8 કષાયોનો ક્ષય થયા પછી હજારો સ્થિતિઘાતો સુધી હોય છે. (6)