________________ 181 કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ पढमचरिमाणमेगं, छन्नवचत्तारि बीयगे तिन्नि / वेयणियाउगोएसु, दोन्नि एगो त्ति दो होंति // 10 // પહેલા અને છેલ્લા કર્મોનું (જ્ઞાનાવરણ અને અંતરાયનું) પ્રકૃતિસત્તાસ્થાન એક (પનું) છે. બીજા (દર્શનાવરણ) કર્મના પ્રકૃતિસત્તાસ્થાનો દના, ૯ના અને ૪ના એમ ત્રણ છે. વેદનીય, આયુષ્ય અને ગોત્રના પ્રકૃતિસત્તાસ્થાનો રના અને ૧ના એમ બે છે. (10) एगाइ जाव पंचग-मेक्कारस बार तेरसिगवीसा / बिय तिय चउरो छस्सत्त, अट्ठवीसा य मोहस्स // 11 // ૧નું, ૨નું, ૩નું, ૪નું, પનું, ૧૧નું, 12, ૧૩નું, ૨૧નું, ૨૨નું, ૨૩નું, ૨૪નું, ૨૬નું, ૨૭નું અને ૨૮નું - આ મોહનીયના પ્રકૃતિસત્તાસ્થાનો છે. (11) तिन्नेग तिगं पणगं, पणगं पणगं च पणगमहदोन्नि / दस तिन्नि दोन्नि, मिच्छाइगेसु जावोवसंतो त्ति // 12 // ૧લા ગુણઠાણાથી ૧૧મા ગુણઠાણા સુધી ક્રમશઃ 3, 1, 3, 5, 5, 5, 5, 2, 10, 3, 2 મોહનીયના સત્તાસ્થાનો છે. (12) संखीणदिट्ठिमोहे, केई पणवीसई पि इच्छंति / संजोयणाण पच्छा, नासं तेसिं उवसमं च // 13 // કેટલાક આચાર્યો દર્શન નો ક્ષય થવા પર ૨પનું સત્તાસ્થાન પણ ઈચ્છે છે. તેમના મતે દર્શન ૩નો ક્ષય થયા પછી અનંતાનુબંધી ૪નો ક્ષય થાય છે. તે જ આચાર્યો અનંતાનુબંધીના ઉપશમને પણ ઈચ્છે છે. (13)