________________ 172 કર્મપ્રકૃતિ ઉદયાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ (જાતિ 4, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ)નો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય બીજી ગુણશ્રેણિ અને ત્રીજી ગુણશ્રેણિના ભેગા થયેલા શીર્ષ ઉપર રહેલા જીવોને હોય છે. (13) अंतरकरणं होहि त्ति, जायदेवस्स तं मुहुत्तंतो / अट्ठण्ह कसायाणं, छण्हं पि य नोकसायाणं // 14 // ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પૂર્વે કાળ કરીને દેવ થયેલો જીવ અંતર્મુહૂર્ત પછી ગુણશ્રેણિના શીર્ષ ઉપર રહેલો હોય ત્યારે તેને 8 કષાય (અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4) અને 6 નોકષાય (હાસ્ય ૬)નો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (14) हस्सठिई बंधित्ता, अद्धाजोगाइठिइनिसेगाणं / उक्स्स पए पढमोदयम्मि, सुरनारगाऊणं // 15 // ઉત્કૃષ્ટ બંધકાળમાં ઉત્કૃષ્ટ યોગમાં જઘન્યસ્થિતિ બાંધીને પ્રથમસ્થિતિમાં ઉત્કૃષ્ટ દલિકનિક્ષેપ કરીને દેવાયુષ્ય-નરકાયુષ્યના પહેલા સમયે દેવાયુષ્ય-નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (15) अद्धाजोगुक्कोसो, बंधित्ता भोगभूमिगेसु लहुँ / सव्वप्पजीवियं वज्जइत्तु, ओवट्टिया दोण्हं // 16 // ઉત્કૃષ્ટ બંધકાળમાં ઉત્કૃષ્ટ યોગમાં ભોગભૂમિના મનુષ્યતિર્યંચનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધીને શીધ્ર મરીને મનુષ્ય-તિર્યંચમાં ઉત્પન્ન થઈને સર્વથી અલ્પ જીવિત (અંતર્મુહૂર્ત) છોડીને પોતપોતાના આયુષ્યની અપવર્તન કરે. ત્યાર પછીના સમયે મનુષ્યાયુષ્યતિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. (16)