________________ કર્મપ્રકૃતિ ઉદયાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ 171 ગુણશ્રેણિના શીર્ષના ઉદયમાં રહેલા ગુણિતકર્માશ જીવનો અધિકાર છે. (1O). आवरणविग्घमोहाण, जिणोदयइयाण वावि नियगंते / लहुखवणाए ओहीण-णोहिलद्धिस्स उक्कस्सो // 11 // આવરણ 9 (જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4), અંતરાય 5, મોહનીય 8 (સમ્યકત્વમોહનીય, સંજવલન 4, વેદ 3), કેવળીને જેનો ઉદય હોય તે પર પ્રકૃતિઓ (ઔદારિક 7, તૈજસ 7, સંસ્થાન 6, ૧લુ સંઘયણ, વર્ણાદિ 20, ખગતિ 2, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, નિર્માણ, પ્રત્યેક, સ્થિર 2, અસ્થિર ૨)નો અવધિજ્ઞાનાવરણ-અવધિદર્શનાવરણનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય અવધિલબ્ધિરહિત શીઘ્રક્ષપકને તેમના ચરમ ઉદયે હોય છે. (11) उवसंतपढमगुणसेढीए, निद्दादुगस्स तस्सेव / पावइ सीसगमुदयंति, जायदेवस्स सुरनवगे // 12 // પોતાની પ્રથમ ગુણશ્રેણિના શીર્ષ પર રહેલ ઉપશાંતકષાય ૧૧મા ગુણઠાણાની પ્રથમ સમયની ગુણશ્રેણિના શીર્ષની પૂર્વેના સમયે કાળ કરી દેવ થયેલ જીવ પછીના સમયે ગુણશ્રેણિના શીર્ષ ઉપર રહેલો હોય ત્યારે તેને દેવ 9 (દેવ રે, વૈક્રિય ૭)નો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (12) मिच्छत्तमीसणंताणुबंधि-असमत्तथीणगिद्धीणं / तिरिउदएगंताण य, बिइया तइया य गुणसेढी // 13 // મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, અનંતાનુબંધી 4,