________________ 170 કર્મપ્રકૃતિ ઉદયાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ પ્રકૃતિઓ)નો અજઘન્ય પ્રદેશઉદય ચાર પ્રકારનો (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે અને અનુત્કૃષ્ટ પ્રદેશઉદય ત્રણ પ્રકારનો (અનાદિ, ધ્રુવ, અધુવ) છે. મિથ્યાત્વમોહનીયનો અજઘન્ય પ્રદેશઉદય અને અનુત્કૃષ્ટ પ્રદેશઉદય ચાર પ્રકારનો (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. આ પ્રવૃતિઓના શેષ વિકલ્પો અને શેષ પ્રકૃતિઓના સર્વ વિકલ્પો બે પ્રકારના (સાદિ, અધ્રુવ) છે. (7) सम्मत्तुप्पत्ति सावय, विरए संजोयणाविणासे य / दंसणमोहक्खवगे, कसायउवसामगुवसंते // 8 // खवगे य खीणमोहे, जिणे य दुविहे असंखगुणसेढी / उदओ तव्विवरीओ, कालो संखेज्ज गुणसेढी // 9 // સમ્યકત્વ ઉત્પત્તિની ગુણશ્રેણિ, શ્રાવકની (દેશવિરતિની) ગુણશ્રેણિ, સંયતની (સર્વવિરતિની) ગુણશ્રેણિ, અનંતાનુબંધી વિસંયોજનાની ગુણશ્રેણિ, દર્શનમોહનીયના ક્ષયની ગુણશ્રેણિ, ચારિત્રમોહનીયઉપશમકની ગુણશ્રેણિ, ઉપશાંતકષાયવીતરાગછદ્મસ્થની ગુણશ્રેણિ, ક્ષપકની ગુણશ્રેણિ, ક્ષીણમોહવીતરાગછબસ્થની ગુણશ્રેણિ, બે પ્રકારના જિનની ગુણશ્રેણિ (સયોગી કેવલીની ગુણશ્રેણિ અને અયોગી કેવલીની ગુણશ્રેણિ) - આ 11 ગુણશ્રેણિઓ છે. આ ગુણશ્રેણિઓમાં પ્રદેશઉદય ક્રમશઃ અસંખ્યગુણ છે. આ ગુણશ્રેણિઓનો કાળ વિપરીત ક્રમથી સંખ્યાતગુણ છે. (8-9) तिन्नि वि पढमिल्लाओ, मिच्छत्तगएवि होज्ज अन्नभवे / पगयं तु गुणियकम्मे, गुणसेढीसीसगाणुदये // 10 // પહેલી ત્રણ ગુણશ્રેણિઓ મિથ્યાત્વ પામીને પરભવમાં જાય ત્યાં પણ હોય છે. પ્રકૃતિમાં ઉત્કૃષ્ટ પ્રદેશઉદયના સ્વામિત્વમાં