________________ કર્મપ્રકૃતિ ઉદયાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ 169 ठिइउदओ वि ठिइक्खय-पओगसा ठिइउदीरणा अहिगो। उदयठिइए हस्सो, छत्तीसा एग उदयठिई // 4 // સ્થિતિઉદય બે પ્રકારે છે - સ્થિતિક્ષયથી અને પ્રયોગથી. ઉત્કૃષ્ટ સ્થિતિઉદય સ્થિતિઉદીરણા કરતા ઉદયસ્થિતિથી અધિક છે. 36 પ્રકૃતિઓ (નિદ્રા પ સિવાયની ઉપરની 41 પ્રકૃતિઓ) નો જઘન્ય સ્થિતિઉદય 1 ઉદયસ્થિતિનો છે. (4) अणुभागुदओ वि जहन्न, नवरि आवरणविग्घवेयाणं / संजलणलोभसम्मत्ताण, य गंतूणमावलिगं // 5 // રસઉદય પણ રસઉદીરણાની જેમ જાણવો, પણ જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 4, અંતરાય 5, વેદ 3, સંજવલન લોભ, સમ્યકત્વમોહનીયનો જઘન્ય રસઉદય ઉદીરણાવિચ્છેદ પછી આવલિકા જઈને તેના ચરમ સમયે હોય છે. (5) अजहन्नाणुक्कोसा, चउत्तिहा छह चउव्विहा मोहे आउस्स साइअधुवा, सेसविगप्पा य सव्वेसि // 6 // મોહનીય અને આયુષ્ય સિવાયની છ પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશઉદય ચાર પ્રકારનો (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે અને અનુત્કૃષ્ટ પ્રદેશઉદય ત્રણ પ્રકારનો (અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. મોહનીયનો અજઘન્ય પ્રદેશઉદય અને અનુત્કૃષ્ટ પ્રદેશઉદય ચાર પ્રકારનો (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. આયુષ્યના બધા વિકલ્પો અને શેષ બધી પ્રવૃતિઓના શેષ વિકલ્પો સાદિ અને અધ્રુવ છે. (6) अजहन्नाणुक्कोसो, सगयालाए चउत्तिहा चउहा / मिच्छत्ते सेसा सिं, दुविहा सव्वे य सेसाणं // 7 // 47 પ્રકૃતિઓ (મિથ્યાત્વમોહનીય સિવાયની ધ્રુવોદયી