________________ કર્મપ્રકૃતિ ઉદયાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ 173 दूभगणाएज्जाजस-गइदुगअणुपुव्वितिगसनीयाणं / दसणमोहक्खवणे, देसविरइविरइगुणसेढी // 17 // દર્શનમોહનીયનો ક્ષપક દર્શનમોહનીયની ગુણશ્રેણિ, દેશવિરતિની ગુણશ્રેણિ અને સર્વવિરતિની ગુણશ્રેણિ - આ ત્રણે ગુણશ્રેણિઓના શીર્ષ ઉપર વર્તમાન હોય ત્યારે તેને દુર્ભગ, અનાદેય, અયશ, નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, નરકાનુપૂર્વી, નીચગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (17) संघयणपंचगस्स य, बिइयाईतिन्नि होति गुणसेढी / आहारगउज्जोयाणु-त्तरतणु अप्पमत्तस्स // 18 // દેશવિરતિની ગુણશ્રેણિ, સર્વવિરતિની ગુણશ્રેણિ અને અનંતાનુબંધીવિસંયોજનાની ગુણશ્રેણિ - આ ત્રણે ગુણશ્રેણિઓના શીર્ષ ઉપર રહેલા જીવને પહેલા સિવાયના પાંચ સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. પ્રથમ ગુણશ્રેણિના શીર્ષ ઉપર રહેલા આહારકશરીરી અપ્રમત્તસંયતને આહારક 7 અને ઉદ્યોતનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (18) बेइंदिय थावरगो कम्मं, काऊण तस्समं खिप्पं / आयावस्स उ तव्वेइ, पढमसमयम्मि वढेंतो // 19 // બેઈન્દ્રિય જીવ આપને વેદનાર સ્થાવર (ખર બાદર પૃથ્વીકાય)માં જઈ કર્મની સ્થિતિને એકેન્દ્રિયની સ્થિતિની સમાન કરીને શરીરપર્યાપ્તિથી શીધ્ર પર્યાપ્ત થઈને પહેલા સમયે રહેલો હોય ત્યારે તેને આપનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (19) पगयं तु खवियकम्मे, जहन्नसामी जहन्नदेवठिइ / भिन्नमुहुत्ते सेसे, मिच्छत्तगतो अतिकिलिट्ठो // 20 // 3