________________ રીતે આવી ? આ ભાંગાઓ કેવી રીતે લખવા ? અમુક ભાગો કેવી રીતે શોધવો? અમુક ભાંગાનો ક્રમાંક કેવી રીતે શોધવો? આ ભાંગાઓ ગણવાથી શું લાભ થાય ? વગેરે પ્રશ્નો મનમાં થાય. આ બધા પ્રશ્નોના જવાબો નમસ્કારસ્તવ' નામના ગ્રંથમાં આપ્યા છે. આ ગ્રંથમાં પાંચ વિષયો છે. તે આ પ્રમાણે - (2) (1) નમસ્કાર મહામત્રાના નવ પદોના આનુપૂર્વી - અનાનુપૂર્વી વગેરે ભાંગાઓની સંખ્યા લાવવાની રીત. નમસ્કાર મહામત્રના નવ પદોના આનુપૂર્વી - અનાનુપૂર્વી વગેરે ભાંગાઓનો પ્રસ્તાર કરવાની રીત. (3) ભાંગાક્રમાંક પરથી ભાંગાને શોધવાની રીત. (4) ભાંગા પરથી ભાગાક્રમાંકને શોધવાની રીત. (5) આનુપૂર્વી - અનાનુપૂર્વી વગેરેને ગણવાનો મહિમા. આ ગ્રંથમાં ઘણું ગણિત આવે છે. નમસ્કાર મહામત્રના નવ પદોના 3,62,880 ભાંગા લખવા મુશ્કેલ હોવાથી નમસ્કાર મહામત્રના પહેલા પાંચ પદોના 120 ભાંગા ગ્રંથમાં આપેલા છે. નવ પદોના 3,62,880 ભાંગામાંથી શરૂઆતના 1,790 ભાંગા પરિશિષ્ટ 1 માં આપ્યા છે. બધા ભાંગા લખવા જતા અતિવિસ્તારનો ભય લાગતા દિશાસૂચન કરીને બાકીના ભાંગા વાચકે સ્વયં કરી લેવા જણાવ્યું છે. આ ગ્રંથમાં ભાંગાઓનો પ્રસ્તાર કરવાની બે રીત બતાવી છે, ખોવાયેલા ભાંગાને અને ભાગાક્રમાંકને શોધવાની બે-બે રીતો બતાવી છે. નમસ્કારસ્તવ મૂળગ્રંથ પ્રાકૃત ભાષામાં રચાયો છે. તેમાં 32 ગાથાઓ છે. પહેલી ગાથામાં ગ્રંથકારે ગ્રંથના વિષયો બતાવ્યા છે. બીજી ગાથાથી છઠ્ઠી ગાથા સુધી ભાંગાની સંખ્યા લાવવાની રીત બતાવી છે.