________________ સાતમી ગાથાથી ચૌદમી ગાથા સુધી ભાંગાનો પ્રસ્તાર કરવાની રીત બતાવી છે. પંદરમી ગાથાથી સોળમી ગાથા સુધી ખોવાયેલ ભાંગાને શોધવાની રીત સત્તરમી ગાથાથી અઢારમી ગાથા સુધી ખોવાયેલ ભાગાક્રમાંકને શોધવાની રીત બતાવી છે. ઓગણીસમી ગાથાથી પચીસમી ગાથા સુધી કોઠા પ્રમાણે ભાંગો અને ભાગાક્રમાંકને શોધવાની રીત બતાવી છે. છવીસમી ગાથાથી ત્રીસમી ગાથા સુધી આનુપૂર્વી-અનાનુપૂર્વી ગણવાનું એકત્રીસમી ગાથામાં ગ્રંથકારે પોતાના ગચ્છનું અને ગુરુનું નામ કહીને ગ્રંથનો ઉપસંહાર કર્યો છે. બત્રીસમી ગાથામાં આ ગ્રંથના જાપનું ફળ બતાવ્યું છે અને ગ્રંથકારે છૂપી રીતે પોતાનું નામ પણ જણાવ્યું છે. શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય હતા. શ્રીજિનકીર્તિસૂરિજીએ આ મૂળગ્રંથ ઉપર સંસ્કૃત ભાષામાં ટીકા રચી છે. તેમાં તેમણે એકદમ સરળશૈલીથી મૂળગાથાઓનો અર્થ સમજાવ્યો છે. તેમણે અનેક ઉદાહરણો વડે દરેક રીત અને કરણ સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. તેમણે આ ટીકા વિ.સં. ૧૪૯૪માં રચી છે. આ પુસ્તકમાં પહેલા સટીક નમસ્કારસ્તવ ગ્રંથના પદાર્થોનો સંગ્રહ કર્યો છે. પછી સટીક મૂળગ્રંથ રજૂ કરાયો છે. તેમાં ટીકામાં આવતા મૂળગાથાના શબ્દો બોલ્ડ ટાઈપમાં લીધા છે. તેથી ટીકા વાંચતી વખતે મૂળગાથાનું અનુસંધાન