________________ નવકારમંત્રથી નવ નિધિ મળે છે. સુખમાં નવકારમંત્રનું સ્મરણ કરવું. દુઃખમાં નવકારમંત્રનું સ્મરણ કરવું. દિવસે નવકારમંત્રનું સ્મરણ કરવું. રાતે નવકારમંત્રનું સ્મરણ કરવું. જીવન દરમ્યાન નવકારમંત્રનું સ્મરણ કરવું. મરતી વખતે નવકારમંત્રનું સ્મરણ કરવું. યોગીઓ નવકારમંત્રનું સ્મરણ કરે છે. ભોગીઓ નવકારમંત્રનું સ્મરણ કરે છે રાજાઓ નવકારમંત્રનું સ્મરણ કરે છે. રંકો નવકારમંત્રનું સ્મરણ કરે છે. દેવો નવકારમંત્રનું સ્મરણ કરે છે. દાનવો નવકારમંત્રનું સ્મરણ કરે છે. આમ નવકાર મહામંત્ર અચિંત્ય મહિમાશાળી છે. શ્રદ્ધાપૂર્વક તેનું સ્મરણ કરવાથી અકથ્ય લાભો થાય છે. નવકારમંત્રના નવ પદો છે. આ નવ પદોનું ક્રમશઃ સ્મરણ કરવું તે પૂર્વાનુપૂર્વી છે. આ નવ પદોનું ઊંધા ક્રમે સ્મરણ કરવું તે પશ્ચાનુપૂર્વી છે. આ નવ પદોનું આ બે સિવાય બીજા કોઈ પણે ક્રમે સ્મરણ કરવું તે અનાનુપૂર્વી છે. આ ત્રણે રીતે નવકારમંત્રનું સ્મરણ કરવાથી તેમાં ચિત્રની એકાગ્રતા રહે છે. નવકારમંત્રના નવ પદોના 3,62,880 ભાંગા છે. એટલે નવકારમંત્રનું સ્મરણ જુદી જુદી 3,62,880 રીતે થઈ શકે છે. આ ભાંગાઓની સંખ્યા કેવી