________________ કારણથી થાય છે ? કર્મબંધ થયા પછી તેની શી શી સ્થિતિઓ થાય છે ? તેમાંથી છુટવાના કયા કયા ઉપાયો છે ? કર્મના કેટલા પ્રકાર છે ? વિવિધ કર્મનું શું શું કાર્ય છે ? એ જેટલા ઉંડાણથી બતાવ્યું છે તેવું જગતના કોઈ દર્શનમાં બતાવ્યું નથી. પરમાત્માની નજીકના કાળમાં તો પૂર્વોમાં કર્મને લગતા વિશાળ મોય મોય પ્રાભૂતો હતા. પૂર્વાચાર્યોએ આ કર્મવિષયક પૂર્વોના પ્રાભૂતમાંથી ઉદ્ધાર કરી અનેક શાસ્ત્રો રચ્યા છે. કર્મગ્રંથ 1 થી 6 તથા કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, કષાયપ્રાભૃત વગેરે અનેક ગ્રંથો આજે ઉપલબ્ધ છે. પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ સ્વ. પરમગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.નો અનંત ઉપકાર કે તેઓશ્રીએ દીક્ષાના એક બે વર્ષના પર્યાયમાં જ છ કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ વગેરેનું જ્ઞાન આપી દીધું. આગળ દિગંબર સંપ્રદાય વગેરેના પણ કર્યસાહિત્યનો અભ્યાસ કરાવ્યો. તેઓનું જ્ઞાન એટલું બધું વિશાળ હતું કે તેઓ સ્વયં પુસ્તક વિના મુખેથી જ વાયનાઓ આપતા. અમે ત્યાર પછી ગ્રંથોમાં વાંચી તે તે પદાર્થોની નોંધ કરતા, તેનો મોટે પાઠ કરતા. નિરવ રાત્રિમાં તેનો પાઠ કરતા. કર્મગ્રંથ તથા કર્મપ્રકૃતિના પદાર્થોનો સળંગ મુખ-પાઠ કરતા સાડા પાંચ કલાક થતા. લગભગ બે-ત્રણ રાત્રિમાં પાઠ પૂરો થઈ જતો. આમ વર્ષો સુધી પાઠ થવાના કારણે પદાર્થો અત્યંત રૂઢ થઈ ગયા. પૂજ્યપાદશ્રી પાસે અભ્યાસ કરતી વખતે જે નોંધો કરેલી તે અન્યોને ઉપયોગી થાય માટે ગ્રંથોને આધારે તેને વ્યવસ્થિત કરી પદાર્થ-પ્રકાશ ના નામે પ્રકાશિત કરવાનો પ્રારંભ કર્યો છે. - જીવવિચારાદિ ચાર પ્રકરણ, ત્રણ ભાગ, છ કર્મગ્રંથોના પદાર્થો કુલ સાત ભાગમાં પ્રકાશિત થાય છે. આ સાતમા ભાગમાં છઠ્ઠ કર્મગ્રંથના પદાર્થો છે. આમાં કેટલા કર્મો બંધાતા કેટલા કર્મો ઉદયમાં હોય ? કેટલા કર્મો સત્તામાં હોય ? વગેરે સામાન્યથી, ચૌદ ગુણાણામાં અને ચૌદ વસ્થાનકોમાં વિસ્તારથી બતાવ્યા છે. ઉત્તર પ્રવૃતિઓમાં વિશેષ