________________ -- કર્મ સમો નહિં કોઈ.... - અનાદિ કાળથી આ વિશ્વ છે. જીવો અનાદિ કાળથી છે. સંસાર પણ અનાદિ કાળથી છે. પંચસૂત્રમાં શાસ્ત્રકાર ફરમાવે છે “રૂઢ अणाइ जीवे, अणाइ जीवस्स भवे, अणाइ कम्मसंजोगनिव्वत्तिए, दुक्खरूवे दुक्खफले दुक्खाणुबंधे / ' જીવ અનાદિ છે. જીવનો સંસાર અનાદિ છે. જીવનો કર્મ સાથે સંયોગ અનાદિ છે. વળી સંસાર વર્તમાનકાળમાં દુઃખરૂપ છે, ભાવિમાં દુઃખના ફળને આપનારો છે અને પરંપરા પણ દુઃખની જ ચાલે છે. અનાદિ એટલે એની આદિ નહિં, અર્થાત આપણો જીવ ક્યારેય ન હતો એમ નહિં ક્યારેય નહિં હોય એમ નહિ. ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેવાનો જ છે. જીવનું અસ્તિત્વ ક્યારેય નષ્ટ થવાનું નથી. જીવનું સ્વરૂપ અત્યંત આનંદમય, સુખમય, અનંતજ્ઞાનમય છે. જીવના સ્વરૂપમાં ક્યાંય દુ:ખનું નામનિશાન નથી. આમ છતા વર્તમાનમાં સંસારી જીવો જન્મ-જરા-મરણ-રોગ-શોક-દરિદ્રતા વગેરે અનંત દુઃખો ભોગવે છે. નરક-તિર્યય-મનુષ્ય અને દેવ એમ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. તેનું એક માત્ર કારણ જીવનો કર્મ સાથેનો સંયોગ છે. જીવનો કર્મ સાથે સંયોગ થવાનું કારણ પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે. અનાદિકાળથી જીવો આ ચાર કારણે કર્મનો બંધ કરી રહ્યા છે. બાંધેલા કર્મો ઉદયમાં આવે છે અને જીવો પારાવાર યાતનાનો ભોગ બને છે. જુના જુના કર્મો જીવ ભોગવે છે, નવા નવા કર્મો બાંધતો જાય છે અને આ રીતે અનાદિકાળથી પ્રવાહ ચાલે છે. જીવોના દુ:ખોનો પાર નથી દુઃખોની પરંપરામાંથી છુટવાનો એક માર્ગ કર્મથી છુટવું એ જ છે. જૈન શાસ્ત્રમાં કર્મનું સ્વરૂપ, કર્મબંધ કેવી રીતે થાય છે ? કયા