________________ પ્રકાશકીય પદાર્થપ્રકાશ ભાગ-૭ માં છઠ્ઠ કર્મગ્રંથના પદાર્થોને સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. સ્વ.સિદ્ધતમહોદધિ, સુવિશાળગચ્છસર્જક, આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ. નજીકના કાળમાં કર્મશાસ્ત્રવિશારદ થઈ ગયા. તેઓએ કર્યસાહિત્યનું અત્યંત ઉંડુ પરિશીલન જીવનભર કર્યું. શાસન, સંઘ અને વિશાળ સમુદાયની જબરજસ્ત જવાબદારી વચ્ચે પણ પૂજ્યપાદથી રાત્રીના કલાકો સુધી કર્મગ્રંથ-કર્મપ્રકૃતિના પદાર્થોનું પરિશીલન કરતા. તેઓ અનેક મુનિ ભગવંતોને તથા શ્રાવકોને પણ મુખેથી જ કર્મગ્રંથ-કર્મપ્રકૃતિ ભણાવતા. અનેક મુનિઓ સાથે પ.પૂ. ગુરુદેવશ્રી આ.હેમચંદ્રસૂરિ મ.એ (તે વખતે મુનિરાજશ્રી હેમચંદ્રવિજયજી મ.) પૂજ્યપાદ પરમગુરુદેવશ્રી પાસેથી જ કર્મગ્રંથ - કર્મપ્રકૃતિની વાસનાઓ મેળવેલી અને અભ્યાસ કરેલ. તેઓશ્રીએ અભ્યાસ દરમ્યાન આની નોંધ કરેલ. જીવવિચારથી માંડીને ચાર પ્રકરણ, ત્રણ ભાગ અને છ કર્મગ્રંથના પદાર્થો ખૂબ જ સહેલાઈથી સમજી શકાય તે માટે પૂજ્યશ્રીની અભ્યાસ વખતની નોંધો તથા ગ્રંથોના આધારે પદાર્થપ્રકાશના 1 થી 6 ભાગ અમે પ્રકાશિત કર્યા છે. આ સાતમો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. અનેક પૂજ્ય ગુરુદેવો તથા તત્ત્વજ્ઞાન-અભ્યાસના રસવાળા શ્રાવકશ્રાવિકાઓ તરફથી ખૂબ સુંદર લાભ મળે છે. પ્રાન્ત ચતુર્વિધ સંઘમાં આના અભ્યાસ દ્વારા તત્વજ્ઞાનનો હજી વિશેષ સારો પ્રચાર થાય એવી અપેક્ષા સાથે વિરમીએ છીએ. પંડિતવર્ય શ્રી પારસભાઈ ચંપકલાલ શાહ એ આ પુસ્તકનું સંપૂર્ણ મેટર તપાસ્યું છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રુતભક્તિનો વિશેષ લાભ મળતો રહે તેવી વ્યુતાધિષ્ઠાયિકા સરસ્વતીદેવીને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. લિ. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના