________________ કરીને નામકર્મમાં ખૂબ જ ભાંગાઓ થાય છે. તેને સમજવા અને યાદ રાખવાનું કામ અત્યંત વિકટ છે, વિશિષ્ટ બદ્ધિગ્રાહ્ય છે. ઘણા સાધુઓ અહીં આ અટપટ ભાંગાઓની ગણત્રીમાં અટવાઈ જાય છે. તેથી અટકી જાય છે. પણ આમ છતાં વર્તમાનમાં સંખ્યાબંધ સાધુ-સાધ્વીઓ કર્મસાહિત્યના અભ્યાસમાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. એ આનંદનો વિષય છે. આ પુણ્યાત્માઓને ખૂબ સહેલાઈથી સરળતાથી કર્મસાહિત્યનું જ્ઞાન મળે તે માટેનો આ પ્રયાસ છે. અમારા પ્રયાસને સફળતા મળે એજ શુભ કામના.... - હેમચન્દ્રસૂરિ વીરમગામ શ્રા.વદ.૫, મંગળવાર સં.૨૦૧૫