________________ ચારિત્રમોહ ક્ષપણા - 149 છિદ્રો પૂરાઈ જવાથી શરીરના ત્રીજા ભાગ જેટલા આત્મપ્રદેશો સંકોચાઈ જાય. પછી ૧૩માં ગુણoના ચરમસમય સુધી આયુo સિવાયના અઘાતી કર્મોની સ્થિતિઘાતાદિથી અપવર્નના કરે. ચરમસમયે બધા કર્મો ૧૪મા ગુણના કાળ તુલ્ય સ્થિતિવાળા થાય. જેમનો ૧૪મા ગુણઠાણે ઉદય નથી તે કર્મોની સ્થિતિ સ્વરૂપની અપેક્ષાએ સમય ન્યૂન કરે. ત્યારે 1 વેદનીય, ઔદાઓ 2, તૈo, કાળ, ૧લુ સંઘ૦, 6 સંસ્થાન, વર્ણાદિ૪, અગુરુo, ઉપઘાત, પરાઘાત, ઉચ્છo, ખગતિ 2, પ્રત્યેક, સ્થિર૨, અસ્થિર-૨, સુસ્વર, દુઃસ્વર, નિર્માણ એ 30 પ્રકૃતિના ઉદયઉદીરણાવિચ્છેદ થાય. ત્યારપછી ૧૪મા ગુણઠાણે આવે. ત્યાં અજઘન્યોત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાળ છે. ત્યાં ભુપતક્રિયા અપ્રતિપાતિ ધ્યાન કરે. ઉદયવાળી પ્રકૃતિઓ ભોગવીને ખપાવે. અનુદયવાળી પ્રકૃતિઓ વેઘમાન પ્રકૃતિઓમાં તિબકસંક્રમથી સંક્રમાવે. બ્રિયરમસમયે ઓદા 4, તે શરીર-બંધનસંઘાતન, કાળ શરીર-બંધન-સંઘાતન, 6 સંઘ૦, 6 સંસ્થાન, વર્ણાદિ 4, મનુo આનુo, પરાઘાત, ઉપઘાત, અગુરુo, ખગતિ 2, પ્રત્યેક, અપર્યા, ઉચ્છવાસ, સ્થિર-૨, અસ્થિર-૨, સુવર, દુઃસ્વર, દુર્ભગ, અનાદેય, અયશ, નિર્માણ, નીયo, 1 વેદનીય, વૈo 8, આહા. 4, દેવ-૨ એ પ૭ પ્રકૃતિઓનો ક્ષય થાય. 1 વેદનીય, મનુ આયુo,ઉચ્ચo, મનુ ગતિ, પંચેo, ગસ-3, સુભગ, આદેય, યશ, જિન એ 12 પ્રકૃતિઓનો ઉદય ૧૪માં ગુણઠાણે હોય છે. ચરમસમયે આ 12 પ્રકૃતિનો ક્ષય થાય. મતાંતરે બ્રિયરમસમયે મનુ આનુ સિવાય પવનો ક્ષય થાય અને ચરમસમયે મનુ આનુ સહિત 13 નો ક્ષય થાય. ત્યારપછીના સમયે જીવ ઊર્ધ્વલોકના અંતે જાય છે. ત્યાં હંમેશ માટે સિદ્ધિસુખને ભોગવે છે. છટ્ટા કર્મગ્રંથના પદાર્થ સંપૂર્ણ. આ પદાર્થનિરૂપણમાં જિનાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ પ્રરૂપણા થઈ હોય તો તેનું ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ દઉં છું.