________________ 146. ચારિત્રમોહ ક્ષપણા 50 વેદે શ્રેણી માંડનાર પુછવેદના બંધવિચ્છેદ પછી ક્રોધના ઉદયમાં વર્તમાન હોય તો ક્રોધાદ્ધાના 3 વિભાગ કરે - અશ્વકર્ણકરણોદ્ધા, કિટિકરણોદ્ધા અને કિટિવેદનાદ્ધા. અશ્વકર્ણકરણોદ્ધામાં સં. ૪ની બીજીસ્થિતિમાં પ્રતિસમય અનંતા અપૂર્વસ્પર્ધકો બનાવે. અહીં સમયજૂન બે આવમાં 50 વેદને ગુણસંક્રમથી સં૦ ક્રોધમાં સંક્રમાવી ક્ષય કરે. કિર્ટિકરણાદ્ધામાં સં. ૪ના બીજસ્થિતિના દલિકની કિઠ્ઠિઓ કરે. તે કિઠ્ઠિઓ અનંત હોવા છતા સ્થૂલજાતિભેદની અપેક્ષાએ 12 કલ્પાય છે. 1-1 કષાયની 3-3 કિટ્ટિ હોય છે. ક્રોધના ઉદયે શ્રેણી માંડનારને આ પ્રમાણે જાણવું. માનના ઉદયે શ્રેણી માંડનાર ઉદ્ધલના સંક્રમથી ક્રોધનો ક્ષય કર્યા પછી સં૦૩ ની પૂર્વકમે 9 કિસ્ટિ કરે. માયા ના ઉદયે શ્રેણી માંડનાર ઉદ્વલના સંકમથી ક્રોધ-માનનો ક્ષય કર્યા પછી પૂર્વકમે સં. 2 ની 6 કિષ્ટિ કરે. લોભના ઉદયે શ્રેણી માંડનાર ઉદ્વલના સંક્રમથી ક્રોધ-માનમાયાનો ક્ષય કર્યા પછી પૂર્વકમે સંલોભની 3 કિર્ટિ કરે છે. કિસ્ટિકરણોદ્ધા પૂર્ણ થયા પછી ક્રોધના ઉદયે શ્રેણી માંડનાર કોઇની દ્વિતીય સ્થિતિમાં રહેલ પ્રથમકિટિનું દલિક ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને ભોગવે. તેની આવળ શેષે બીજીસ્થિતિમાંથી બીજીકિસ્ટિનું દલિક ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને ભોગવે. તેની આવ શેષે બીજીસ્થિતિમાંથી ત્રીજીકિસ્ટિનું દલિક ખેંચી તેની પ્રથમસ્થિતિ કરીને ભોગવે. આ ત્રણે કિટિવેદનાદ્ધામાં બીજીસ્થિતિનું દલિક ગુણસંકમથી સંમાનમાં નાખે. ત્રીજી કિટિવેદનાદ્ધાની આવ શેષે સં૦ ક્રોધના બંધ-ઉદય-ઉદીરણાવિચ્છેદ થાય. સમયજૂન બે આવ૦ માં બંધાયેલા સિવાયનું સંક્રિોધનું બાકીનું બધુ દલિક ક્ષય થઈ ગયું છે. ત્યારપછી બીજી સ્થિતિમાંથી સંn માનનું પ્રથમકિર્ટિનું દલિક ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરીને અંતર્મુહૂર્ત સુધી ભોગવે. સં. ક્રોધનું સમયજૂન બે આવબદ્ધ દલિક ગુણસંકમથી સંક્રમાવી તેટલા કાળે સર્વથા ખપાવે.