________________ 135 ઉપશમશ્રેણી - અનંતાઉપશમના ઉપશમશ્રેણી સર્વપ્રથમ અનંતાનુબંધી ઉપશમના કરે. તે આ પ્રમાણે૧. અનંતાનુબંધી ઉપશમના - 4 થી 7 ગુણઠાણે રહેલો, કોઈ પણ એક યોગમાં રહેલો, તેજો-પદ્ધ-શુક્લ લેશ્યામાંથી કોઈપણ એક લેશ્યાવાળો, સાકાર ઉપયોગવાળો, અંતઃકોટાકોટી સાગરો પ્રમાણ સ્થિતિસત્તાવાળો જીવ અનંતાનુબંધીની ઉપશમના કરે છે. તે કરણકાળની પૂર્વે પણ અંતર્મુહૂર્ત સુધી વિશુદ્ધપરિણામવાળો હોય છે. તે પરાવર્તમાન પ્રવૃતિઓ શુભ જ બાંધે, અશુભ પ્રકૃતિ ન બાંધે. સત્તામાં રહેલ અશુભ પ્રકૃતિના 4 ઠા, રસને 2 ઠા કરે અને શુભ પ્રકૃતિના 2 ઠા. રસને 4 ઠા કરે. તે નવો નવો સ્થિતિબંધ પલ્યોપમના સંઇ મા ભાગ જેટલો ન્યૂન કરે છે. આમ અંતર્મુહૂર્ત સુધી રહીને 3 કરણ કરે. તે દરેક અંતર્મુહૂર્ત પ્રમાણવાળા હોય છે. (i) યથાપ્રવૃત્તકરણ - અહીં પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિ હોય છે. શુભ પ્રકૃતિનો બંધ વગેરે પૂર્વે ની જેમ કરે. સ્થિતિઘાત-રસઘાતગુણસંક્રમ ન કરે. પ્રતિસમય વિવિધ જીવોની અપેક્ષાએ અસં લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે. ઉત્તરોત્તર સમયના અધ્યવસાયસ્થાનો વિશેષા હોય છે. પહેલા સમયની જ0 વિશુદ્ધિ સૌથી થોડી હોય છે. તેના કરતા બીજા સમયની જ વિશુદ્ધિ અનંતગુણ હોય છે. તેના કરતા ત્રીજા સમયની જ0 વિશુદ્ધિ અનંતગુણ હોય છે. એમ યથાપ્રવૃત્તકરણના સંઓમાં ભાગ સુધી ઉત્તરોત્તર સમયની જ0 વિશુદ્ધિ અનંતગણ કહેવી. ત્યાર પછી પહેલા સમયની ઉo વિશુદ્ધિ અનંતગુણ છે. તેના કરતા સંવમાં ભાગ પછીના સમયની જ વિશુદ્ધિ અનંતગણ છે. તેના કરતા પાંચમા કર્મગ્રન્થની શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજકૃત ટીકામાં કહ્યું છે કે નવો નવો સ્થિતિબંધ પલ્યો /અio ન્યૂન કરે. તે પાઠ આ પ્રમાણે છે - રિતિવધેડપિ च पूर्णे सति अन्यं स्थितिबन्धं पूर्वपूर्वस्थितिबन्धापेक्षया पल्योपमासव्येयभागहीनं વરતિ " પમાં કર્મગ્રંથની ગા.૯૮ની ટીકા