________________ 136 અનંતા, ઉપશમના બીજા સમયની ઉo વિશુદ્ધિ અનંતગુણ છે. એમ ઉપર-નીચે 1-1 સમયની વિશુદ્ધિ અનંતગુણ કહેવી યાવત્ યથાપ્રવૃત્તકરણના ચરમસમયની જ વિશુદ્ધિ. તેના કરતા જે સમયોની ઉ૦ વિશુદ્ધિ નથી કહી તે ઉત્તરોત્તર અનંતગુણ હોય છે. (ii) અપૂર્વકરણ - આમાં પ્રતિસમય અio લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવ સાયસ્થાનો હોય છે. યથાપ્રવૃત્તકરણના ચરમસમયની ઉo વિશુદ્ધિ કરતા અપૂર્વકરણના પહેલા સમયની જ વિશુદ્ધિ અનંતગુણ છે. તેના કરતા પહેલા સમયની ઉo વિશુદ્ધિ અનંતગુણ છે. તેના કરતા બીજા સમયની જ વિશુદ્ધિ અનંતગુણ છે. તેના કરતા બીજા સમયની ઉo વિશુદ્ધિ અનંતગુણ છે. એમ ચરમસમયની ઉo વિશુદ્ધિ સુધી જાણવું. અહીં પહેલા સમયથી જ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ અને નવો સ્થિતિબંધ - આ પાંચ પદાર્થો એક સાથે શરુ થાય છે. (a) સ્થિતિઘાત - સત્તામાં રહેલ સ્થિતિના ઉoથી સેંકડો સાગરો પ્રમાણ અને જ0 થી પલ્યો/io પ્રમાણ ખંડનો ઘાત કરે છે. તે દલિક નીચે ઘાત નહીં કરેલી સ્થિતિમાં નાંખે છે. અંતર્મુહૂર્તમાં તે સ્થિતિખંડનો ઘાત થાય છે. ત્યાર પછી તેની નીચેના પલ્યો /સંo પ્રમાણ સ્થિતિખંડનો અંતર્મુહૂર્તમાં ઘાત કરે છે. એમ અપૂર્વકરણના ચરમસમયસુધી હજારો સ્થિતિઘાત થાય છે. અપૂર્વકરણના પહેલા સમય કરતા ચરમ સમયે સ્થિતિસત્તા સંeગુણહીન થાય છે. (b) રસઘાત - અશુભપ્રકૃતિઓના સત્તામાં રહેલા રસનો અનંતમો ભાગ છોડી બાકીનો બધા રસનો અંતર્મુહૂર્તમાં નાશ કરે છે. પછી અનંતમા ભાગમાંથી અનંતમો ભાગ છોડી બાકીના રસનો અંતર્મુહૂર્તમાં નાશ કરે છે. આમ એક સ્થિતિઘાતમાં હજારો રસઘાત થાય છે. (c) ગુણશ્રેણી - અંતર્મુહૂર્તની ઉપરની સ્થિતિમાંથી દલિકો લઈ