________________ 56 સાધુએ દરરોજ કરવાના સાત ચૈત્યવંદનો વારત્તપુરમાં અભયસેન રાજા હતો. તેનો વારત્તકમંત્રી હતો. તેના ઘરે ધર્મઘોષમુનિ ભિક્ષા લેવા ગયા. મંત્રીની પત્નીએ ઘી અને ખાંડવાળું વાસણ ઉપાડ્યું. એક ટીપું નીચે પડ્યું. છર્દિતદોષ જાણીને મુનિ વહોર્યા વિના નીકળી ગયા. મત્ત હાથી ઉપર બેઠેલો મંત્રી વિચારે છે, “મુનિએ આવી સુંદર પણ ભિક્ષા કેમ ન લીધી ?' તેટલીવારમાં તે ટીપા ઉપર માખીઓ પડી. માખીને ખાવા ગરોળી આવી. તેને ખાવા કાચીંડો આવ્યો. તેને ખાવા બીલાડી આવી. તેને ખાવા કૂતરો આવ્યો. તેને ખાવા ઘરનો કૂતરો આવ્યો. તેની માટે બન્નેના માલિકોની લાકડીથી લડાઈ થઈ. તે જોઈને મંત્રીએ વિચાર્યું, “અહો ! આ સાધુઓનો ધર્મ સુંદર છે. એક ટીપુ ભૂમિ પર પડ્યું. તેની પાછળ આટલી વિરાધના જાણીને જ મુનિએ ભિક્ષા વહોરી નહીં હોય.” આમ વૈરાગ્યથી તેને જાતિસ્મરણજ્ઞાન થયું. પછી દેવતાએ આપેલ સાધુવેષને સ્વીકારી સંયમ પાળી કેવળજ્ઞાન પામી તે સિદ્ધ થયા. તેના પુત્ર પિતા પરના સ્નેહથી ચૈત્ય કરાવી રજોહરણ અને મુહપત્તિવાળી પિતામુનિની પ્રતિમા તેમાં સ્થાપન કરાવી. ત્યાં શાળા બની અને સુંદર સ્થળ બન્યું. તે સાધર્મિકચૈત્ય થયું. સાધુએ દરરોજ કરવાના સાત ચૈત્યવંદનો (1) સવારે ઊઠે ત્યારે જગચિંતામણિનું. (2) સવારના પ્રતિક્રમણમાં વિશાલલોચનનું. (3) જિનાલયનું. (4) પચ્ચકખાણ પારતાં જગચિંતામણિનું. (5) વાપર્યા પછી જગચિંતામણિનું. (6) સાંજના પ્રતિક્રમણમાં નમોડસ્તુનું. (7) સંથારા પોરિસી ભણાવતાં ચઉક્કસાયનું.