________________ પાંચ પ્રકારની જિનપ્રતિમા 55 (i) = 289 + 14 = 20, શેષ 9 (i) = 20-2 = 18 (iv) = 18+ 2 = 9 જ્યારે છાયા 7 પાદની હોય ત્યારે દિવસ 9 ઘડી અને 8 પલ જેટલો વીત્યો છે. સાધુ દરરોજ કેટલા ચૈત્યોને (જિનપ્રતિમાને) વંદન કરે? બીજી પોરિસી પૂરી થાય એટલે સાધુ ચૈત્યવંદન કરે. સાધુ આઠમ - ચૌદસે બધા જિનાલયોમાં રહેલ બધી જિનપ્રતિમાઓને વંદન કરે, શેષ દિવસોમાં એક જિનપ્રતિમાને વંદન કરે. પાંચ પ્રકારની જિનપ્રતિમા (ચૈત્ય) - (1) ભક્તિચૈત્ય - ગૃહમંદિરની જિનપ્રતિમા. (i) મંગલચૈત્ય - બારસાખમાં ઘડાવેલ જિનપ્રતિમા. (i) નિશ્રાકૃતચંત્ય - એક ગચ્છની જિનપ્રતિમા. (iv) અનિશ્રાકૃતચૈત્ય - સકલસંઘની જિનપ્રતિમા. (v) શાશ્વતત્ય - સિદ્ધાયતનમાં રહેલ શાશ્વત જિનપ્રતિમા. અથવા, (1) નિત્યચૈત્ય - દેવલોકમાં રહેલ જિનપ્રતિમા. (i) ભક્તિચૈત્ય - ભરતચક્રી વગેરેએ બનાવેલ જિનપ્રતિમા. (ii) નિશ્રાકૃતચૈત્ય - એક ગચ્છની જિનપ્રતિમા. (v) અનિશ્રાકૃતચૈત્ય - સકલસંઘની જિનપ્રતિમા. (v) મંગલચૈત્ય - બારસાખમાં ઘડાવેલ જિનપ્રતિમા. સાધર્મિકચૈત્ય - વારત્તક મંત્રીના પુત્રો ચૈત્યમાં પિતામુનિની પ્રતિમા કરાવી તે સાધર્મિકચૈત્ય થયું. તેનું કથાનક આ પ્રમાણે છે -