________________ 33 પચ્ચકખાણનું ફળ 47) મનથી અનુમોદે નહીં. 48) વચનથી અનુમોદે નહીં. 49) કાયાથી અનુમોદે નહીં. 49 ભાંગા X 3 કાળ = 147 ભાંગા 3 કાળ = ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ. પચ્ચખાણના આધાક્ષરો નવકારસહિતના પચ્ચકખાણનો પહેલો અક્ષર ઉ છે. પોરિસીના પચ્ચકખાણનો પહેલો અક્ષર પો છે. સાઢપોરિસીના પચ્ચકખાણનો પહેલો અક્ષર સા છે. પુરિમઠના પચ્ચકખાણનો પહેલો અક્ષર સૂ છે. અવઢના પચ્ચખાણનો પહેલો અક્ષર સૂ છે. ઉપવાસના પચ્ચખાણનો પહેલો અક્ષર સૂ છે. પચ્ચકખાણનું ફળ પચ્ચકખાણ કરવાથી આશ્રવના દ્વારા બંધ થઈ જાય છે. આશ્રવનો વિચ્છેદ થવાથી તૃષ્ણાનો વિચ્છેદ થાય છે. તૃષ્ણાના વિચ્છેદથી અતુલ ઉપશમ થાય છે. અતુલ ઉપશમથી પચ્ચખાણ શુદ્ધ થાય છે. પચ્ચકખાણનું પ્રધાન ફળ ભગવાને કહેલા પચ્ચકખાણને ભાવથી સેવીને અનંત જીવો પીડા રહિત એવા શાશ્વત સુખને પામ્યા. પચ્ચકખાણ કરનાર કેવો હોય ? 1) કૃતિકર્મ (વંદન) વગેરે વિધિને જાણતો હોય. 2) ઉપયોગવાળો હોય.