________________ બહુવેલનો અર્થ ક્રમણ સૂત્ર કહે. “તસ્ય ધમ્મસ્સ' કહી ઊભા થવું. (15) બે વાંદણા, અભુદિઓ, બે વાંદણા. . (16) “કરેમિ ભંતે' વગેરે બોલી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર એ ત્રણેના અતિચારોની વિશુદ્ધિ માટે તપચિંતવણીનો કાઉસ્સગ્ન કરવો. ગુરુ કાઉસ્સગ્ન પારે પછી કાઉસ્સગ્ગ પારવો. એમ વંદન વગેરેમાં પણ સમજવું. જો ગુરુ કરતા પહેલા કાઉસ્સગ્ગ પારે તો દોષ લાગે. કાઉસ્સગ્ન પારીને પ્રગટ લોગસ્સ બોલે. પછી મુહપત્તિ, વાંદણાં. (17) ગુરુ પાસે પચ્ચખાણ લેવું. (18) “ઇચ્છામો અણુસર્દિ.” કહી બેસીને વિશાલલોચનદલની ત્રણ સ્તુતિ કહેવી. પહેલા ગુરુ કહે પછી બાકીના સાધુ કહે. (19) ચૈત્યવંદનના સ્તોત્રો કહી ચાર ખમાસમણા વડે આચાર્ય વગેરેને વંદન કરે. (20) પછી એક-એક ખમાસમણ આપી “ઇચ્છા સંદિ. ભગ, બહુવેલ સંદિસાહુ?” “ઇચ્છે.” “ઇચ્છા સંદિ. ભગ બહુવેલ કરશું?” ઇચ્છે - આ બે આદેશો માગે. આ બે આદેશ સાધુએ અને પૌષધધારી શ્રાવકે માગવાના છે. બહુવેલનો અર્થ સાધુએ બધા કાર્યો ગુરુને પૂછીને કરવાના હોય છે. દિવસમાં શ્વાસ લેવો, શ્વાસ મૂકવો, થુંકવું, આંખના પલકારા વગેરે નાના કાર્યો વારંવાર પૂછીને કરવા શક્ય નથી. તેથી બહુવેલના બે આદેશો વડે અહોરાત્ર માટે તે નાના કાર્યો કરવાની એકસાથે અનુમતિ મંગાય છે. મોટા કાર્યોની અનુમતિ આ આદેશો વડે મંગાતી નથી. મોટા કાર્યો કરવાના હોય ત્યારે દરેક કાર્યની અનુમતિ માંગવી જોઈએ.