________________ રાત્રે કોણે કેટલા પ્રહર સૂવાનું અને કેટલા પ્રહર જાગવાનું? વૃષભ - સમુદાયની વ્યવસ્થા કરનારા પીઢ સાધુ. પહેલા પ્રહરમાં જાગે. બીજા પ્રહરમાં જાગે. ત્રીજા પ્રહરમાં સૂઈ જાય. ચોથા પ્રહરમાં જાગે. વૃષભોને એક જ પ્રહરની નિદ્રા લેવાનું શાસ્ત્રમાં કહ્યું છે. સાધુ - પહેલા પ્રહરમાં જાગે. બીજા પ્રહરમાં સૂઈ જાય. ત્રીજા પ્રહરમાં સૂઈ જાય. ચોથા પ્રહરમાં જાગે. ગ્લાન સાધુઓ રાત્રીના છેલ્લા પ્રહરમાં ન જાગે તો ચાલે. આમ, પહેલા પ્રહરમાં બધા સાધુ જાગે. બીજા પ્રહરમાં વૃષભ જાગે. ત્રીજા પ્રહરમાં આચાર્ય જાગે. ચોથા પ્રહરમાં વૃષભ અને સાધુ જાગે. રાત્રે ઉપાશ્રયમાં બધા સૂઈ જાય તો ઉપધિ હણાઈ જાય. માટે ઉપર કહ્યા પ્રમાણે કોઈકને કોઈક તો રાત્રે જાગતું હોય. આવશયકે પ્રતિક્રમણને આવશ્યક પણ કહેવાય છે, કેમકે શ્રાવકે અને સાધુએ અહોરાત્રમાં તે અવશ્ય કરવાનું હોય છે. રાઇ પ્રતિક્રમણની વિધિ" - (1) ઇરિયાવહિ. 1. અહીં બતાવેલ વિધિમાં અને હાલ પ્રચલિત વિધિમાં થોડો ફરક છે.