________________ 102 અધિકરણઆલોચના, મિચ્છામિ દુક્કડમ્, શુભચિંતન આ અને અન્ય મુનિઓને વંદન કરે. અધિકરણ-આલોચના (પૂર્વે કહ્યું કે મુનિવંદના પછી અધિકરણ વોસિરાવે, મિચ્છામિ દુક્કડમ્ આપે, શુભ ભાવના ભાવે, સમ્યકત્વસ્વરૂપનું ચિંતન કરે. તે “આ ભવમાં કરેલા ક્રોધ વગેરે રૂપ અધિકરણોમાંથી જેનું હવે કાર્ય નથી તેને હું વોસિરાવું છું અને નિદ્રામાં મૃત્યુ થાય તો બધા અધિકરણોને હું વોસિરાવું છું. આમ અધિકરણોને વોસિરાવે. મિચ્છામિદુક્કડમ્ મેં મન-વચન-કાયાથી ધર્મવિરુદ્ધ પ્રવૃત્તિ કરી હોય તો તેનું મિચ્છામિ દુક્કડમ્ દઉં છું. ફરીથી મને એવી પાપબુદ્ધિ ન થાઓ.” આમ મિચ્છામિ દુક્કડમ્ આપે. શુભ ચિંતન ત્રણ ભુવનનું મંગળ કરનારા જિનેશ્વરને હૃદયમાં ધારણ કરનારા અમારી ઉપર બધા શુકનો, સ્વજનો, ગ્રહો, નક્ષત્રો પ્રસન્ન છે (અમને અનુકૂળ છે). સમ્યકત્વસ્વરૂપચિંતન “અરિહંત ભગવાનું, સુસાધુરૂપ ગુરુ અને જિનેશ્વરોનો ધર્મ મને પ્રમાણ માન્ય છે.” આવા સ્વરૂપવાળા સમ્યકત્વથી નિર્મળ ધર્મ હંમેશા મને શરણરૂપ થાઓ. આ બધી વિધિ કરીને, નવકારનું સ્મરણ કરીને સાધુ અલ્પનિદ્રા વડે સૂવે.