________________ 95 પખી પ્રતિક્રમણની વિધિ (9) તે ડરે નહીં. કાલિકશ્રુત 11 અંગો એ કાલિકશ્રુત છે. સંપૂર્ણ દૃષ્ટિવાદ કાલિકશ્રુત નથી. કાલિકશ્રુત ભણવાનો-પુનરાવર્તન કરવાનો સમય દિવસ અને રાત્રિના પહેલા અને છેલ્લા પ્રહરોમાં કાલિકશ્રુત ભણી શકાય, પુનરાવર્તન કરી શકાય. પખી પ્રતિક્રમણની વિધિ (1) દેવસી પ્રતિક્રમણ પ્રતિક્રમણસૂત્ર સુધી કરવું. (2) પછી પફખી મુહપત્તિનું પડિલેહણ કરી બે વાંદણા આપવા. (3) પછી પાક્ષિક આલોચના કરવી. (4) પછી પફખીનો 1 ઉપવાસનો તપ આપવો. (5) પછી પસૂત્ર બોલવું. (6) પછી પ્રતિક્રમણ સૂત્ર બોલવું. (7) પછી વાંદણા આપવા. (8) પછી “સંબુદ્ધા ખામણેણં અભુઢિઓ ખામવો. તે જઘન્યથી ત્રણ સાધુ અને ઉત્કૃષ્ટથી બધા સાધુ પામે. (9) પછી ગુરુ ઉભા થઈને પ્રત્યેક બાજ0 કરાવે (10) પછી બે વાંદણા આપવા. (11) પછી “કરેમિ ભંતે !" સૂત્ર બોલી મૂલ-ઉત્તર ગુણોની વિશુદ્ધિ માટે 300 શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો. (1 શ્વાસોચ્છવાસ = 1 પદ) તેમાં 12 લોગસ્સ ચિંતવવા. પારીને પ્રગટ લોગસ્સ બોલવો.