________________ 84 સાધ્વીઓની 25 પ્રકારની ઉપધિ (7) ઝોળી (8) પડલા સાધ્વીઓની 25 પ્રકારની ઉપાધિ (1) મુહપત્તિ (15) અવગ્રહાનંતક (2) રજોહરણ (16) પટ્ટ (3-5) ત્રણ કપડા (17) અન્ધક (6) પાત્રા (18) ચલનિકા (19) અત્યંતરનિવસની (20) બાહ્ય નિવસની (9) રજસ્ત્રાણ (21) કંચુક (10) માત્રક (નાનુ પાત્ર) (22) ઉત્કક્ષિકા (11) ગુચ્છો (23) વૈકલિકા (12) પાત્રાસન (24) સંઘાટી (13) ચરવળી (25) સ્કંધકરણી (14) કમઢક (1) થી (13) ઉપધિનું વર્ણન પૂર્વે કર્યું છે. બાકીની ઉપધિનું વર્ણન આ પ્રમાણે છે - (14) કમઢક- કમઢક એટલે લેપ કરેલું (રંગેલું) તુંબડાનું કાંસાની મોટી કથરોટના આકારનું પોત પોતાના પેટ (આહાર) પ્રમાણ ભાજન સમજવું. સાધુની જેમ સાધ્વીને માંડલીમાં સર્વસાધારણ મોટુ અનન્દી) પાત્ર ન હોવાથી દરેકને જુદું જુદું કમઢક હોય છે, કારણ કે સ્ત્રી જાતિપણાને લીધે પ્રાયઃ સ્વભાવ તુચ્છ હોવાથી પોત પોતાના જુદા કમઢકમાં જ તેઓને ભોજન કરવાનું હોય છે. (15) અવગ્રહાનંતક - તે ગુહ્યદેશની રક્ષા માટે અને ઋતુસમયના બીજપાતની રક્ષા માટે હોય છે. તે એક હોય છે. તે નાવડી જેવું હોય છે. તે ઘન અને કોમળ હોય છે. તે કોઈને પાતળો હોય છે અને કોઈને જાડો હોય છે. તેનું માપ શરીર પ્રમાણે જુદુ જુદુ હોય છે. (16) પટ્ટ - તે ચાર અંગુલ પહોળો હોય છે અને કમરના માપ પ્રમાણે લાંબો હોય છે. પાતળી કમરવાળાને નાનો હોય છે, જાડી