________________ 83 જંબૂસ્વામી વખતે વિચ્છેદ થયેલ દશ વસ્તુઓ ઉપધિના પ્રકાર ઉપધિ બે પ્રકારની છે - (1) દ્રવ્ય ઉપધિ - શરીર. (2) ભાવ ઉપધિ - જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે. ઉપધિના પર્યાયવાચી શબ્દો (1) ઉપધિ (5) અવગ્રહ (2) ઉપગ્રહ (6) ભાંડ (3) સંગ્રહ (7) ઉપકરણ (4) પ્રગ્રહ (8) કરણ જંબૂસ્વામી વખતે વિચ્છેદ થયેલ દશ વસ્તુઓ (જિનકલ્પનો બૂસ્વામી વખતે વિચ્છેદ થયો. તેથી બૂસ્વામી વખતે વિચ્છેદ થયેલ દસ વસ્તુઓ કહે છે.) (1) મન:પર્યવજ્ઞાન (2) પરમાવવિજ્ઞાન - કેવળજ્ઞાન સુધી રહેનારુ અવધિજ્ઞાન. (3) પુલાકલબ્ધિ - તેનાથી ચક્રવર્તીના સૈન્યને પણ હરાવી શકે. (4) આહારકલબ્ધિ - આહારક શરીર કરવાની લબ્ધિ. (5) ક્ષપકશ્રેણિ (6) ઉપશમશ્રેણિ (7) જિનકલ્પ (8) સંયમત્રિક - (i) પરિહારવિશુદ્ધિ સંયમ. (i) સૂક્ષ્મસંપરાય સંયમ. (i) યથાખ્યાત સંયમ. (9) કેવળજ્ઞાન (10) સિદ્ધિ