________________ 80 ઈંડિલભૂમિ જવાની વિધિ (3) માત્રકમાં પાણી લઈને આવસહી કહીને જાય. (4) ઇરિયાસમિતિનું પાલન કરતાં કરતાં જાય. ચાલતાં ચાલતાં વાતો ન કરે. (5) નગર, સૂર્ય, પવનને પૂંઠ ન થાય તે રીતે બેસે. (6) સંડાસા પ્રમાર્જીને, આંખથી જોઈને, ક્ષેત્રદેવતાની રજા લઈને સાધુ સંજ્ઞા વગેરે વોસિરાવે. (9) ચંડિલભૂમિ વિસ્તારવાળી, લોકોની અવરજવર વિનાની, દૂર રહેલી, નજીક નહીં રહેલી, બિલ વિનાની, ત્રસ જીવો-સ્થાવર જીવો - બીજ વિનાની જોઈએ. (8) સંજ્ઞા વગેરેને વોસિરાવ્યા પછી ત્રણ વાર વોસિરઇ બોલે. (9) પછી ઉપાશ્રયે આવીને પગ પ્રમાર્જીને નિસીહિ કહીને પ્રવેશીને ઇરિયાવહિ પડિક્કમીને બીજા ધર્મકાર્યો કરે. સો હાથથી વધુ ભૂમિએ જઈને કે સો હાથ બહારની ભૂમિથી આવીને જયાં મુહૂર્ત જેટલું રહે ત્યાં, વિહાર કર્યા પછી, નદી ઊતર્યા પછી ઈરિયાવહિ પ્રતિક્રમણ કરવું. સમયે સમયે કરાતાં કાર્યોની વચ્ચે જો સમય હોય તો તેમાં સ્વાધ્યાય કરવો. સાંજના પડિલેહણની વિધિ (1) છેલ્લો પ્રહર બાકી રહે ત્યારે ગીતાર્થ સાધુ કહે, “પડિલેહણનો સમય થઈ ગયો છે.” (2) સાધુઓ પહેલું ખમાસમણું આપી પડિલેહણ કરવાનો આદેશ માંગે અને બીજું ખમાસમણું આપી વસતિ પ્રમાર્જવાનો આદેશ માંગે. (3) ઉપવાસવાળા બધા સાધુઓ ચોલપટ્ટાનું પડિલેહણ બધી ઉપાધિનું પડિલેહણ થયા પછી છેલ્લે કરે. બાકીના સાધુઓ ચોલપટ્ટાનું